શોધખોળ કરો

World Cup 2023: વર્લ્ડકપ ફાઇનલ મેચ જોવા આવશે PM મોદી, અક્ષય કુમાર, અજય દેવગણ સહિતના બોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર

World Cup 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવશે.

World Cup 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પીએમ મોદી સાથે હાજર રહેશે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ મેચ જોવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.

તે સિવાય ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેલિબ્રિટિનો જમાવડો જોવા મળશે. પૂર્વ ક્રિકેટરો, બોલિવૂડ, હોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતના વૈશ્વિક સિતારાઓ મેચ જોવા પહોંચશે. સાથે જ ધોની સહિતના ભારતીય ક્રિકેટ ટીમના અત્યાર સુધીના તમામ પૂર્વ કેપ્ટનોને પણ આમંત્રણ અપાયું છે. તો વડાપ્રધાન નરેદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

ભારતીય ટીમ અમદાવાદ આવી ગઇ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદ આવશે. ત્યારે ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર લઈ શકે છે. સાથે જ સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. બંને ટીમના કેપ્ટન રિવરક્રૂઝ પર આવવાના છે. જેના માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાબરમતી નદી અને રિવરફ્રન્ટ પર ગોઠવવામાં આવશે. .અમદાવાદમાં યોજાનાર ફાઈનલ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિશ્વકપના સમાપન કાર્યક્રમાં ગરબા સહિતના પરંપરાગત નૃત્યો રજૂ કરાશે. 400થી પણ વધુ કલાકારો વિશ્વભરમાંથી આવેલા પ્રેક્ષકોનું મનોરંજન પૂરું પાડશે. કાર્યક્રમમાં પરફોર્મ કરનાર કલાકારો આજથી પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. તો ભારતીય વાયુ સેનાનો એર શો યોજાશે. રિવરક્રૂઝ પર બંને ટીમના કેપ્ટન ગુજરાતી નાસ્તો- ખમણ, ઢોકળાં ખાઈ મોજ માણશે. હાલ આ મામલે રિવરફ્રન્ટ કોર્પોરેશનને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા, હાલ સિક્યુરિટી સહિતની વ્યવસ્થા માટે મિટિંગ કરવામાં આવી રહી છે. આયોજન પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

અહીં મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમદાવાદમાં આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભારતીય ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, કુલદીપ યાદવ, મોહંમદ સિરાજ, બુમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ સાથે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા પણ એરપોર્ટ ઉપર જોવા મળ્યાં હતાં. કેપ્ટન તેમની ટીમ સાથે બસમાં બેસી ITC નર્મદા હોટલ રોકાણ માટે રવાના થયા હતા. ત્યારે હોટલ બહાર ફેવરિટ પ્લેયરને જોવા ક્રિકેટરસિકો પડાપડી કરતાં જોવા મળ્યા હતા.

ICCની ફાઇનલ મેચ દરમિયાન મનોરંજન માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાયક કલાકારો સ્ટેડિયમમાં હાજર લોકોનું મનોરંજન કરશે. પ્રીતમ અને જોનીતા ગાંધી સહિત કુલ 6 જેટલા ગાયક કલાકાર પરફોર્મ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Embed widget