World Cup 2023 : ફાઇનલ મેચને લઇને તૈયારીઓ શરૂ, આજે અમદાવાદ આવશે ટીમ ઇન્ડિયા, જાણો કઇ હોટલમાં રોકાશે?
World Cup 2023 : ન્યૂઝીલેન્ડને હરાવી ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઇ છે
ન્યૂઝીલેન્ડને હરાવી ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યે ભારતીય ટીમ અમદાવાદ આવશે. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. ભારતીય ટીમના આગમનને લઈ એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સુરક્ષાનું નિરીક્ષણ કરશે. હોટલમાં પણ પરંપરાગત રીતે ટીમનું સ્વાગત કરવામાં આવશે. ભારતના ખેલાડીઓને આવકારવા સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી તૈયાર કરવામાં આવી છે. હોટેલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
𝗢𝗻𝗲 𝘀𝘁𝗲𝗽 𝗰𝗹𝗼𝘀𝗲𝗿! 🏆#TeamIndia 🇮🇳 march into the FINAL of #CWC23 🥳#MenInBlue | #INDvNZ pic.twitter.com/OV1Omv4JjI
— BCCI (@BCCI) November 15, 2023
તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મર કરવાની તૈયારીઓ માટે કલાકારો પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે. જે માટે આજે સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ બહાર પરર્ફોર્મ કરનાર કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. કલાકારોનું કહેવું છે કે ફાઇનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર બની રહેશે. કેમ કે અમદાવાદમાં ફાઇનલ રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં છે.
અમદાવાદમાં રવિવારના દિવસે ભારતની ટીમ સામે ઓસ્ટ્રેલિયા અથવા તો સાઉથ આફ્રિકા બંનેમાંથી જે પણ ટીમ જીતશે તેની સામે જંગ જામવાનો છે. બીજી તરફ મેચ દરમિયાન પણ ક્લોઝિંગ સેરેમની યોજાશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે.
વર્લ્ડ કપ ની ફાઇનલ મેચમાં ભારતની ટીમ ક્વોલિફાય થતા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ બહાર ભારતીય ટીમના ટીશર્ટ અને ટોપીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો પોતાના મનપસંદ ક્રિકેટરની ટીશર્ટ અને ટોપી લેવા માટે આવી રહ્યા છે. ક્રિકેટ મેચ દરમિયાન ભારતની ટીમની ટીશર્ટ પહેરીને મેચ જોવાનો ટ્રેન્ડ હોય છે. ક્રિકેટ રસિકો ટીમ ઈન્ડિયાની ટીશર્ટ પહેરીને ભારતીય ટીમને ચિયર અપ કરતા હોય છે. મેચને હજુ ભલે ત્રણ દિવસની વાર હોય પરંતુ હમણાંથી જ લોકો સ્ટેડિયમ બહાર ટીશર્ટ લેવા માટે પહોંચી રહ્યા છે ક્રિકેટ ચાહકોમાં ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ વાળી ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે.