શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં દિવાળીના આગલા દિવસે કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં કેટલા દર્દીઓને ખસેડાયા વેન્ટિલેટર પર?
શુક્રવારે એક જ દિવસમાં 154 કોવિડના દર્દીઓ દાખલ થયા છે. 154 પૈકી 98 દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા હોવાથી ઓક્સિજન બાયપેપ અને વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યા છે. એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓને વેન્ટીલેટર પર ખસેડવાની સૌથી પહેલી ઘટના છે.
અમદાવાદઃ દિવાળી સમયે ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1100ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ દિવાળીએ કોરોનાનો બ્લાસ્ટ થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો આંકડો 500ને પાર થઈ ગયો છે.
શુક્રવારે એક જ દિવસમાં 154 કોવિડના દર્દીઓ દાખલ થયા છે. 154 પૈકી 98 દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા હોવાથી ઓક્સિજન બાયપેપ અને વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યા છે. એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓને વેન્ટીલેટર પર ખસેડવાની સૌથી પહેલી ઘટના છે. અડધી રાતે બે વોર્ડમાં તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3791 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,389 એક્ટિવ કેસ છે, જ્યારે 1,69, 936 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 73 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,316 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,86,116 પર પહોંચી છે.
રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગર 1, સુરત કોર્પોરેશનમાં 1 અને પાટણમાં 1 મળી કુલ 6 લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 190, સુરત કોર્પોરેશનમાં 140, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 87, મહેસાણામાં 74,બનાસકાંઠામાં 46, રાજકોટમાં 46, સુરતમાં 46, વડોદરા-36, ગાંધીનગર કોર્પોરેશનમાં 33, પાટણ-32, અમદાવાદ-29, ભરુચ-28, દાહોદ-19 અને આણંદમાં 18 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ગઈ કાલે કુલ 1078 દર્દી સાજા થયા હતા અને 53,967 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 67,34,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,96,431 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,319 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 112 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion