Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
વડોદરામાં અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ લાગ્યા. એકતાનગરને જોડતા પ્રતાપનગર રેલવે સ્ટેશનમાં ફૂડ સ્ટોલનો જ અભાવ જોવા મળ્યો. તો રેલ નીરની પાણીની બોટલની પણ સુવિધા અભાવ જોવા મળ્યો. પેસેન્જર એસોસિએશન તરફથી રેલવેના DRMને રજૂઆત કરાઈ કે કરજણ, બોડેલી, પાલેજ સહિત છ સ્ટેશન પર ફૂડ સ્ટોલનો જ અભાવ છે. પ્રતાપનગર સ્ટેશનથી ચાણોદ સુધી મુસાફરો ધાર્મિક વિધી માટે જતા હોય છે. ત્યારે ટ્રેનમાં અનઅધિકૃત ફેરિયાઓ ઘૂસી જાય છે. ફૂડ સ્ટોલના અભાવે લોકોને ના છૂટકે મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવી પડે છે. સેટેલાઈટ સ્ટેશનનો દરજ્જો તો અપાયો પણ સુવિધા મળતી નથી. આ ઉપરાંત કોરોના બાદ મન્થલી સિઝન ટિકિટ એટલે કે પાસ ધારકો માટેના MST કોચ પણ દૂર કરી દેવાતા પાસ ધારકોને મુશ્કેલી પડી રહી છે.





















