Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
રાજ્યમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર.. આ આગાહી કરી છે હવામાન વિભાગે... હવામાન વિભાગના મતે રાજ્યની માથે એક સાથે ચાર- ચાર સિસ્ટમ થઈ છે સક્રિય... જેના કારણે કાલથી 19 ઓગષ્ટ સુધી રાજ્યમાં વરસશે ભારે વરસાદ... રાજ્યમાં અપર એર સાયક્લોનિક તો સક્રિય થયું જ છે... આ સાથે લો- પ્રેશર, મોન્સૂન ટ્રફ અને ઈસ્ટ-વેસ્ટ ટ્રફ સિસ્ટમ પણ સક્રિય થઈ છે... જેના કારણે ગુજરાત થશે પાણી- પાણી.... આજે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે... તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે.... હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ કર્યા છે....


















