Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા ઉપર આંશિક કાબૂ આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં અમદાવાદમાં ઝાડા-ઊલટીના 156, કમળાના 159, ટાઈફોઈડના 185, કોલેરાના ચાર, સાદા મેલેરિયાના 37, ઝેરી મેલેરિયાના 17 અને ડેન્ગ્યુના 71 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. રામોલ, હાથીજણ, સરખેજ, બહેરામપુરા, શાહીબાગ વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. આંકડાકીય દૃષ્ટિએ હાલમાં ઓગસ્ટ માસ દરમિયાન સાદા મેલેરિયાના 37 કેસ અને ડેન્ગ્યુના 71 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા હાલમાં ફોગિંગની કામગીરી ઉપરાંત, અંદાજિત છેલ્લા 10 દિવસમાં 11 લાખથી પણ વધારે ઘરોમાં જઈને સર્વે કરવામાં આવ્યો છે. અને તે જગ્યાએ બ્રીડિંગ મળી આવેલ હોય, તો તેને નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. હાલમાં ઘરોમાં, ખાસ કરીને સ્લમ વિસ્તારમાં જ્યાં પાણીના બેરલ છે અથવા પાણીની સિમેન્ટની ટાંકી છે, એ જગ્યાએ વધારે પ્રમાણમાં બ્રીડિંગ મળી આવે છે. તદુપરાંત, જો છત ઉપર કોઈ સ્ક્રેપ મટીરીયલ પડી રહેલું હોય, ટાયર પડ્યું હોય, તો તેની અંદર પણ પાણી ભરાવવાથી મચ્છર થવાની શક્યતા રહેલી છે. તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ ટેરેસ ઉપર પોતાનું ક્લીન રાખે અને જે પણ વોટર કલેક્શન થાય છે, તેને યોગ્ય રીતે ઢાંકીને રાખે, જેથી આ પ્રકારનું બ્રીડિંગ અટકાવી શકાય.




















