શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ દીકરીને મંગેતર સાથે ફરવા મોકલવાની પરિવારે પાડી ના, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
યુવકે મંગેતરના પરિવારના સભ્યોને તલવારના ઘા મારી દીધા હોવાના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદઃ શહેર સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીકરીના પરિવાર પર મંગેતરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે મંગેતરના પરિવારના સભ્યોને તલવારના ઘા મારી દીધા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી સગીરાની સગાઇ થઈ ગઈ છે.
સગાઈ થઈ ગઈ હોય, યુવકે સગીરાને ફરવા જવા દેવા માટે જણાવ્યું હતું. જોકે, સગીરાના પરિવારે દીકરીને ફરવા જવા દેવા માટે ઇનકાર કરી દેતાં યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ મંગેતરના પરિવાર સાથે મારામારી કરી હતી અને તલવારના ઘા કર્યા હતા. આ અંગે સગીરાના પરિવારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement