Air India: એર ઇન્ડિયાની ગ્રાહક માટે ઘાંસૂ ઓફર, ગિફ્ટ કાર્ડ લોન્ચ, જાણો, કસ્ટમરને શું મળશે સુવિધા
Air India: એર ઈન્ડિયાના આ ગિફ્ટ કાર્ડ્સ 4 અલગ-અલગ થીમ પર આધારિત છે અને તેની કિંમત 1 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની છે. ગ્રાહકો તેમની સુવિધા અનુસાર આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે...
Air India Gift Cards: ટાટા ગ્રુપની એવિએશન કંપની એર ઈન્ડિયાએ હવાઈ મુસાફરો માટે ટિકિટ બુક કરવાની નવી રીત રજૂ કરી છે. એરલાઈન્સ આ માટે ગિફ્ટ કાર્ડ લાવી છે, જેની મદદથી હવાઈ મુસાફરો તેમની મનપસંદ સીટ બુક કરી શકશે.
2 લાખ રૂપિયા સુધીના કાર્ડ
કંપનીએ મંગળવારે આ એર ઈન્ડિયા ગિફ્ટ કાર્ડ રજૂ કર્યા. આ કાર્ડ્સ ચાર થીમ મુજબ લોન્ચ કરવામાં આવ્યા છે – યાત્રા, લગ્નની વર્ષગાંઠ, જન્મદિવસ અને ખાસ મોમેન્ટ. આ એર ઈન્ડિયાની વેબસાઈટ પર ઓનલાઈન ખરીદી શકાય છે અને મુસાફરો તેમની અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. આ ઈ-કાર્ડ રૂ. 1,000 થી રૂ. 2 લાખ સુધીના મૂલ્યોમાં ઉપલબ્ધ છે.
તમે આ કામ ગિફ્ટ કાર્ડ વડે કરી શકો છો
કંપનીનું કહેવું છે કે, પેસેન્જર્સ આ કાર્ડનો ઉપયોગ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટમાં કરી શકે છે. ગિફ્ટ કાર્ડ વડે ટિકિટ બુક કરવા ઉપરાંત, તેઓ તેનો ઉપયોગ વધારાના સામાન અને સીટ પસંદગી માટે પણ કરી શકે છે. ગ્રાહકો એર ઈન્ડિયાની વેબસાઈટ અથવા એપ પર ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને તેમની પસંદગીનું પ્રવાસ સ્થળ, તારીખ અને કેબિન વર્ગ પસંદ કરવાની સુવિધા મળશે.
3 ગિફ્ટ કાર્ડ એકસાથે વાપરી શકાશે
એર ઈન્ડિયાનું કહેવું છે કે આ ગિફ્ટ કાર્ડ ટ્રાન્સફરેબલ છે. મતલબ, તમે આ કાર્ડ ખરીદી શકો છો અને અન્યને ઉપયોગ માટે આપી શકો છો. જેની પાસે કાર્ડની વિગતો હશે તે તેનો ઉપયોગ એર ઈન્ડિયાની ફ્લાઈટ ટિકિટ બુક કરવા અને અન્ય સેવાઓ ખરીદવા માટે કરી શકશે. ગ્રાહક એક ટ્રાન્ઝેક્શનમાં એક સાથે ત્રણ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
ક્રેડિટ કાર્ડ સાથે પણ વાપરી શકાય છે
આ ગિફ્ટ કાર્ડ્સની સૌથી સારી વાત એ છે કે તેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ સાથે પણ થઈ શકે છે. ધારો કે તમારી પાસે 1 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ છે, પરંતુ તમારું કુલ બિલ 1.15 લાખ રૂપિયા છે, તો આવી સ્થિતિમાં તમે ગિફ્ટ કાર્ડ દ્વારા 1 લાખ રૂપિયા અને બાકીના 15 હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડ દ્વારા ભરી શકો છો. આ રીતે, આ ગિફ્ટ કાર્ડ ગ્રાહકોને રાહત આપે છે.