છેતરપિંડી કેસમાં પકડેલ 1 કરોડ રોકડા અને 100 તોલા સોનું આણંદ પોલીસે સગેવગે કર્યાના લાગ્યા આરોપ
આ કેસમાં અરજદારોએ સમગ્ર મામલે રાજ્યના ડીજીપીનું ધ્યાન દોરી વધુ તપાસની માંગણી કરી હતી.
![છેતરપિંડી કેસમાં પકડેલ 1 કરોડ રોકડા અને 100 તોલા સોનું આણંદ પોલીસે સગેવગે કર્યાના લાગ્યા આરોપ 1 crore cash and 100 tolas of gold seized by Anand police in fraud case accused of misappropriating Anand police છેતરપિંડી કેસમાં પકડેલ 1 કરોડ રોકડા અને 100 તોલા સોનું આણંદ પોલીસે સગેવગે કર્યાના લાગ્યા આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/7be4ed4f3db17eeb08356d2f57c53006170416985069075_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anand Police Serious Allegation: થોડા સમય પહેલા આણંજમાં મહિલાઓને લાખો રૂપિયાનો ચુનો લગાવાવના કેસમાં આરોપીઓ વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરાવવા હાઈકોર્ટમાં રિટ અરજી કરાઈ છે. જોકે આ રિટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ફ્રોડ પ્રકરણમાં ખુદ તપાસ કરનાર આણંદ પોલીસે આરોપીએ પાસેથી જપ્ત કરેલ એક કરોડથી વધુની રોકમ રકમ અને 100 તોલા સોનું જપ્ત કરવા છતાં બારોબાર સગેવગે કરી ઉચાપત કરી તપાસમાં કે ચાર્જશીટમાં બતાવ્યું જ નહીં.
આ મામલે છેતરપીંડીનો ભોગ નનાર અરજદાર મહિલાઓએ આણંદ પોલીસ અને એલસીબી પોલીસના પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવા અને સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવા અને તેના મારફતે તપાસ કરાવવા દાદ માંગી હતી.
આ કેસમાં અરજદારોએ સમગ્ર મામલે રાજ્યના ડીજીપીનું ધ્યાન દોરી વધુ તપાસની માંગણી કરી હતી. આ કેસમાં તા.૩૧-૧૨-૨૦૧૫ના રોજ આણંદ એલસીબીને તપાસ સોંપાઈ હતી. જેમાં પોલીસે તપાસ બાદ તા.૨-૭-૨૦૨૧ ના રોજ રજૂ કરેલા રિપોર્ટમાં ખુદ તેમના પોલીસ અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
છેવટે અરજદાર ખુદ મુંબઈ ગયા હતા અને જે પંચ સાક્ષીઓ હતા તેમના નિવેદન લીધા હતા અને બાદમાં તા.૧૫-૦૯-૨૦૨૧ના રોજ તેઓએ નોટરી સમક્ષ સંયુક્ત સોગંદનામા સાથે તેમના નિવેદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, એલસીબી પોલીસે તેમના અધૂરા નિવેદન લીધા હતા અને તેમણે જે હકીકતો તપાસનીશ અધિકારીને કહી હતી, તે તેમણે નિવેદનમાં નોંધી જ ન હતી.
તપાસનીશ અધિકારીએ અઢળક રૂપિયા અને સોનું ભરેલી કાળા કલરની બેગ તેમની હાજરીમાં જપ્ત કરી હતી પરંતુ તેમની આ વાત પોલીસે નોંધી જ ન હતી. આમ, પોલીસે ખુદ તેમના પોલીસ અધિકારીઓને બચાવવા અને ઉપરોક્ત મોટી રકમ અને ૧૦૦ તોલા સોનાની ઉચાપત કરી ખોટો રિપોર્ટ રજૂ કરી દીધો છે. જોકે ફરી એકવાર તા.૦૪-૦૮-૨૦૨૩ના રોજ આણંદ ડીએસપીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું કે, અરજદારોની ફરિયાદ મુજબના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી અરજદારોને હાલની રિટ અરજી કરવાની ફરજ પડી છે.
આણંદ પોલીસના કયા અધિકારીઓ સામે રિટમાં આક્ષેપો...
- આણંદ પોલસ મથક ના પીઆઇ જે.વી.રાઠોડ
- સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આઈ.પ્રજાપતિ
- એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી
- પોલીસ કોન્સ્ટેબલ એસ.વી.રાઠોડ
સમગ્ર મામલામાં પોલીસ અધિકારીઓ સંડોવાયેલા હોઈ કેસની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવા અને તેમના મારફતે તપાસ કરાવવા દાદ મંગાઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)