Anand: વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતા મહિલાનું મોત, પોલીસે શરૂ કરી તપાસ
આણંદના ભાલેજ ઓવરબ્રિજ ફાટક પાસે બનેલી ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા
આણંદઃ વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતા એક મહિલાનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, આણંદ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતા મહિલાના શરીરના ટૂકડા થઇ ગયા હતા. આણંદના ભાલેજ ઓવરબ્રિજ ફાટક પાસે બનેલી ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. મહિલા કોણ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
54-year-old woman run over by Vande Bharat Express train near Anand in Gujarat: Railway Police
— Press Trust of India (@PTI_News) November 8, 2022
Surat: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા યુવતીને ભારે પડી, જાણો વધુ વિગતો
સુરત: સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા સુરતની યુવતીને ભારે પડી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા યુવકના સંપર્કમાં શહેરની એક યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી. જો કે બાદમાં આ યુવકે તેના બે મિત્રો સાથે મળીને બિભત્સ ફોટા ડાઉનલોડ કર્યા અને બાદમાં ચહેરો મોર્ફ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અડાજણમાં પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા રવિરાજ ઓમપ્રકાશ સરગ્રા, ઉધના સિલીકોન શોપર્સની પાસે સત્યનગરની સોસાયટીમાં રહેતા તુષાર બારડોલીયા અને મહિધ૨પુરા ભવાની માતાના મંદિર નજીક હરિપુરામાં રહેતા નિર્મલ ચૌહાણની ધરપકડ કરી છે.
દહેગામથી ઉમેદવાર બદલ્યા
આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે