શોધખોળ કરો

CRIME NEWS: આણંદમાં મહિલાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

આણંદ: બોરસદ ધુવારણ રોડ પર અજાણી મહિલાનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળતા ચકચાર મચી છે. મહિલાના વસ્ત્રો પણ નજીકથી જ મળી આવ્યા છે. બોરસદ ટાઉન પોલીસને જાણ થતાં SP સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આણંદ: બોરસદ ધુવારણ રોડ પર અજાણી મહિલાનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળતા ચકચાર મચી છે. મહિલાના વસ્ત્રો પણ નજીકથી જ મળી આવ્યા છે. બોરસદ ટાઉન પોલીસને જાણ થતાં SP સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. KGN હોટલથી રાસ તરફ જતા રોડની સાઈડ પરથી મળી આ મૃતદેહ મળી આવ્યો છે.  મહિલાની હત્યા કરી લાશ રોડની સાઈડ પર ફેંકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરમસદ મેડિકલ ખાતે ખસેડાયો છે. હાલમાં બોરસદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં યુવકે સંબંધ બાંધવા બળજબરી કરતા યુવતીએ કર્યો આપઘાત

ભાવનગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરી છે. ભાવનગર જિલ્લાના હાથબ ગામે 4 દિવસ પહેલા યુવકની પજવણીથી તંગ આવીને એક યુવતીએ આ ઝેરી દવા પીધા બાદ સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ આજે હોસ્પિટલમાં તેમણે દમ તોડ્યો છે. હાથબ ગામની 18 વર્ષીય યુવતીને ફુલસર ગામનો યુવક સંબંધો બાંધવા હેરાન પરેશાન કરતો હતો. જે બાદ યુવતીએ કંટાળી ઝેરી દવા પી પોતાના ઘરે અગ્નિસ્નાન કર્યું હતું. આજ બપોરના સુમારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવતીએ દમ તોડી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. યુવતીની લાશને પી.એમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. 15 દિવસનાં સમયમાં જિલ્લાની 2 યુવતીએ યુવકની પજવણીથી પરેશાન થઈ પોતાનો જીવ આપી દીધો છે.

સુરતમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી.

ભાડાની દુકાનમાં ચાલતો હતો ગોરખધંધો

પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

સચિનમાં યુવતી પર સરાજાહેર ગળા પર કટર ફેરવી દેતા ચકચાર

સુરતમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુવતી પર સરાજાહેર ગળા પર કટાર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેને ગળાના ભાગે 8 ટાંક આવ્યા હતા.

શું છે મામલો

સુરતમાં રહેતી એક યુવતીના ગળા પર પૂર્વ પ્રેમીએ કટર ફેરવી દીધું હતું. નોકરીએ જઈ રહેલી પ્રેમિકા પર પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો હતો. પ્રેમી યુવતી સાથે કાયમ રોકટોક કરતા યુવતીએ સંબધ તોડ્યો હતો. પ્રેમી યુવતીને પ્રેમસંબધ રાખવા દબાણ કરતો હતો. પ્રેમીએ પોતાની સાથે જવા દબાણ કરતા પ્રેમિકાએ ઇન્કાર કરતા તેના ગળા પર કટર ફેરવ્યું હતું. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સચિન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી રામસિંગ નામના આરોપીની ઘરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર
Sri Lanka Vs Australia Test: પેટ કમિન્સ વિના શ્રીલંકા જશે ઓસ્ટ્રેલિયા, આ ખેલાડીને બનાવ્યો નવો કેપ્ટન
Sri Lanka Vs Australia Test: પેટ કમિન્સ વિના શ્રીલંકા જશે ઓસ્ટ્રેલિયા, આ ખેલાડીને બનાવ્યો નવો કેપ્ટન
Embed widget