Amul Curd Price Hike: અમૂલે દૂધ બાદ દહીંના ભાવમાં પણ કર્યો વધારો, જાણો નવો ભાવ
Amul Curd Price Hike: અમૂલ મસ્તી દહીંના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ મસ્તી દહીંમાં ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં મુકાયો છે.
Amul Price Hike: અમૂલે દૂધ બાદ દહીંના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ મસ્તી દહીંના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ મસ્તી દહીંમાં ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં મુકાયો છે.
અમૂલ મસ્તી દહીંનો નવો અને જૂનો ભાવ
- અમૂલ મસ્તી દહીં 1 કિલો પાઉચ જૂનો ભાવ 69 રૂપિયા
- અમૂલ મસ્તી દહીં 1 કિલો પાઉચ નવો ભાવ 72 રૂપિયા
- અમૂલ મસ્તી દહીં 5 કિલો પાઉચ જૂનો ભાવ 310 રૂપિયા
- અમૂલ મસ્તી દહીં 5 કિલો પાઉચ નવો ભાવ 325 રૂપિયા
- અમૂલ મસ્તી દહીં 5 કિલો પાઉચમાં 15 રૂપિયાનો વધારો
- અમૂલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ જૂનો ભાવ 32 રૂપિયા
- અમૂલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ નવો ભાવ 34 રૂપિયા
- અમૂલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ જૂનો ભાવ 17 રૂપિયા
- અમૂલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ નવો ભાવ 18 રૂપિયા
- અમૂલ મસ્તી 200 ગ્રામ ડબ્બી જૂનો ભાવ 21 રૂપિયા
- અમૂલ મસ્તી 200 ગ્રામ ડબ્બી નવો ભાવ 22 રૂપિયા
અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો
અમૂલે આજે સવારે દૂધના ભાવમાં વધારો કર્યો કર્યો. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં 3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે.
અમૂલે દૂધના ભાવ કેમ વધાર્યા?
કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.
અમૂલ દૂધના નવા ભાવનું લિસ્ટ
ક્રમ |
પ્રોડક્ટ |
નવો ભાવ (રૂ.) |
1 |
અમૂલ તાઝા 500 મીલી |
27 |
2 |
અમૂલ તાઝા 1 લીટર |
54 |
3 |
અમૂલ તાઝા 2 લીટર |
108 |
4 |
અમૂલ તાઝા 6 લીટર |
324 |
5 |
અમૂલ તાઝા 180 મીલી |
10 |
6 |
અમૂલ ગોલ્ડ 500 મીલી |
33 |
7 |
અમૂલ ગોલ્ડ 1 લીટર |
66 |
8 |
અમૂલ ગોલ્ડ 6 લીટર |
396 |
9 |
અમૂલ કાઉ મિલ્ક 500 મીલી |
28 |
10 |
અમૂલ કાઉ મિલ્ક 1 લીટર |
56 |
11 |
અમૂલ એટુ બફેલો મિલ્ક 500 મીલી |
35 |
12 |
અમૂલ એટુ બફેલો મિલ્ક 1 લીટર |
70 |
13 |
અમૂલ એટુ બફેલો મિલ્ક 6 લીટર |
420 |
અમૂલે છેલ્લે ક્યારે વધાર્યો હતો ભાવ
અમૂલે ઓગસ્ટ 2022માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થયો હતો. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થયો હતો ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.