Anand News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા
Ananad News: હાલ પપ્પુ રબારી અને વિશાલ ભરવાડને sog પોલીસે ઝડપી લીધા છે. પોલીસ પૂછપરછમાં કરોડો રૂપિયાના કાળા નાણાંની હેરફારનો પર્દાફાશ થવાની શક્યતા છે.
![Anand News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા Ananad News hawala racket from Anand To USA busted by police history sheeter arrested Anand News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/4a259fa0bb69f105e06c783f025ef987172328362620176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ananad News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે. અમેરિકામાં રહેતા લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આણંદથી સમગ્ર કૌભાંડનું સંચાલન થતું હતું. ડાર્ક વેબ થકી સિનિયર સિટીઝનોને ધમકાવીને ડોલર પડાવવામાં આવતા હતા. બાકરોલ અને વલાસણના બે લોકો પાસે કરોડ કરતા વધુ રકમનો ટોળકીએ હવાલો પડાવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં 9 શસ્ખોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધધવામાં આવી છે.
સમગ્ર કૌભાંડમાં પામોલનો કુખ્યાત જૈમીન ઉર્ફે પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા છે. સમગ્ર કૌભાંડમાં જૈમીન રબારી, મિહિર દેસાઈ, રિયાઝ અમદાવાદી, ધવલ ભુવજી, અજજુ તેમજ વિશાલ ભરવાડ, કરણ માછી, રિયાઝ તેમજ બે અન્ય શખ્સ સામેલ હતા. પોલીસે 9 પૈકી બે શખ્સોની ધરપકડ કરી હતી.
સમગ્ર કૌભાંડ કેવી રીતે ચાલતું હતું તેનો પોલીસ પર્દાફાશ કરશે. હાલ પપ્પુ રબારી અને વિશાલ ભરવાડને sog પોલીસે ઝડપી લીધા છે. યુવાનોને કમિશન આપી પૈસાનું પિકપ ડ્રોપ કરાવતા હતા. આણંદ અમદાવાદના આંગડિયાનો પણ ઉલ્લેખ કરતા હતા. કરોડોના કાળા નાણાંની હેરાફેરીના ખુલાસા થવાની શકયતા છે. વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો પોલીસ ઝડપમાં આવ્યા હતા.
જાણો શું છે આ ડાર્ક વેબ, અને કઇ રીતે તમારો ચોરાયેલો ડેટા અહીંથી વેચાય છે
ઈન્ટરનેટ જગતમાં ડાર્ક વેબ એ એક એવો ગેટ છે જ્યાંથી કોઈપણ લૉકની ચાવી ખરીદી શકાય છે. ગુપ્ત માહિતી, લોકોની અંગત માહિતી અને ખતરનાક હથિયારોની ખરીદી પણ ડાર્ક વેબ દ્વારા કરવામાં આવે છે. લગભગ દરેક પ્રકારની ગુપ્ત માહિતી અને વ્યક્તિગત માહિતી આજે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, પરંતુ દરેક લોકો તેને આસાનીથી ઍક્સેસ કરી શકતા નથી. સુરક્ષાના સ્તરમાં છુપાયેલ ડેટાને ડાર્ક વેબની મદદથી એક્સેસ કરવામાં આવે છે, જેને હેક કરીને વેચવામાં આવે છે. ડાર્ક વેબ માટે એક ખાસ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેનો ઉપયોગ ક્યારે અને કોણે કર્યો તે જાણી શકાયું નથી. નાણાંની લેવડદેવડ પણ બિટકૉઈન દ્વારા થાય છે. ડાર્ક વેબનો ઉપયોગ મોટાભાગે ગુનેગારો અથવા હેકરો દ્વારા કરવામાં આવે છે. આવી કેટલીય વેબસાઇટ્સ અહીં ઓપન થાય છે, જેનો તમે બીજે ક્યાંય ઉપયોગ કરી શકતા નથી.
આ પણ વાંચોઃ
મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો એક વર્ષથી નથી આવતા શાળામાં, પાંચ શિક્ષકો કરે છે વિદેશમાં પરિભ્રમણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)