મોડી રાત્રે ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકતા ડાકોર પોલીસ સ્ટેશને લોકોના ટોળે ટોળા ઉમટ્યા
રામનવમી પર થયેલી હિંસા બાદ ખંભાત વિસ્તારમાં તંગદીલી જોવા મળી રહી છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે રાજ્યની તમામ એજન્સીઓ કામે લાગી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાઈ છે.
ખેડા: રામનવમી પર થયેલી હિંસા બાદ ખંભાત વિસ્તારમાં તંગદીલી જોવાઈ રહી છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે રાજ્યની તમામ એજન્સીઓ કામે લાગી છે. તો બીજી તરફ મોડી રાત્રે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મોળી રાત્રે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ડાકોર પોલીસ અને ખેડા LCB દ્વારા વાતાવરણ ન ડોહળાય તે માટે પેટ્રોલિંગ કર્યું હતું. અરજીના આધારે પુરેપુરી તપાસ કરશે LCB.
પ્રેમ લગ્ન કરનાર યુવતીની દર્દનાક કહાની
જૂનાગઢ: જિલ્લાના ઉંબરી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીની દર્દનાક કહાની સામે આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર યુવતીએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જેની સાથે લગ્ન કરવા તે પરિવારની વિરુદ્ધ જઈ રહી છે તે યુવક આ રીતે તેની જિંદગી બરબાદ કરી નાખશે. યુવતીના પતિ અને તેના સાસરી પક્ષના અન્ય સભ્યોએ તેમના પર એવો ત્રાસ ગુજાર્યો કે આખરે તેમણે ઝેરી દવા પી લેવાનો વારો આવ્યો.
હવે આ કિસ્સા વિશે વિગતે વાત કરીએ તો, સુત્રાપાડાનો ચંદ્રકાંત નામના યુવક જૂનાગઢમાં ભણતો હતો ત્યારે પોતાની જ જ્ઞાતિની છોકરી સાથે પ્રેમમાં પડ્યો અને બાદમાં અવાર નવાર તેને મળવા જતો અને શરીર સુખ માણતો. ત્યાર બાદ બન્નેએ 2018માં પ્રેમ લગ્ન કરી લીધા. જો કે લગ્ન બાદ પણ ચંદ્રકાંત પોતાની પત્નીને પોતાના ઘરે ન લઈ ગયો.
જો કે તેની પત્ની વારંવાર ઘરે જવાનું કહેતા તેણે ઉંબરી ગામમાં એક રુમ ભાડે રાખી અને ત્યાં રહેવા લાગ્યો. બાદમાં અસલી ખેલ શરૂ થયો. યુવક તેની સાથે બળજબરી પૂર્વક સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ યુવતી સાથે તેના નણંદોયા અને ચંદ્રકાંતના કૌટુમ્બિક મોટા ભાઈએ પણ યુવતી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવા ઘરે આવવા લાગ્યા.
આખરે યુવતી કંટાળી પતિ ચંદ્રકાંતના ઘરે પહોંચી. જ્યાં પહોંચ્યા બાદ તેમમે મોબાઈલ પર લાઈવ રેકોર્ડીંગ શરૂ કર્યું. સાસરીયાઓએ ઘરમાં પ્રવેશ ન આપતા યુવતીએ ઘરની બહાર જ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. હાલમાં યુવતીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવતીએ તેના પતિ,જેઠ અને નણદોઈ સામે દુષ્કર્મ ફરિયાદ નોંધાવી છે. યુવતીના માતા પિતાનું પહેલા જ નિધન થયું છે. તે તેના ભાઈ સાથે રહેતી હતી.