શોધખોળ કરો

Kheda : લવ મેરેજ કરનાર યુવતીએ તેના જ પતિની કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

સાત વર્ષ પહેલા યુવતીને તેનાથી 10 વર્ષ મોટા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગી ગયા હતા.દોઢ વર્ષ પહેલા બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. તેમને દોઢ વર્ષનો એક દીકરો પણ છે.

ખેડાઃ કપડવંજના સુલતાનપુરામાં લવ મેરેજનો કરુણ અંત આવ્યો છે. ખૂદ પત્નીએ પતિની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  પતિ વેહેમ રાખી અવારનવાર ઝગડા કરતો હોઈ હત્યા કરી નાંખી છે.  પત્નીએ કાન અને માથાના ભાગે લાકડાના ડંડાથી માર મારી હત્યા નીપજાવી હતી.  પતિનું કાસળ કાઢી ઘરની પાછળ ખાડો ખોદી દફનાવી દેવાની તૈયારી કરી હતી. સમગ્ર મામલે કપડવંજ પોલીસે ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સાત વર્ષ પહેલા યુવતીને તેનાથી 10 વર્ષ મોટા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગી ગયા હતા. તેમજ દોઢ વર્ષ પહેલા બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. તેમને દોઢ વર્ષનો એક દીકરો પણ છે. લગ્ન જીવન થોડો સમય સારી રીતે ચાલ્યા પછી પતિના શંકાશીલ સ્વભાવને કારણે તકરાર થવા લાગી હતી. 

પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડો કરતો હોવાથી પત્ની કંટાળી ગઈ હતી. ત્યારે ગત 15મી ઓગસ્ટે યુવતીએ પતિના માથામાં લાકડી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિનું કાસળ કાઢનાર પત્નિએ તેનો ગુનો કબૂલી લીધો છે. જેથી પોલીસે તેને જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ છે. જોકે, તેના દોઢ વર્ષના બાળકને પણ માતા સાથે જેલમાં રહેવું પડશે.  પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, દોઢ વર્ષિય બાળકનું હજુ ધાવણ છૂટ્યું નથી. જેથી માતા સાથે રાખવું જરૂરી છે. જો કે, બાદમાં કોર્ટના આદેશ બાદ તેની કસ્ટડી અંગે નિર્ણય લેવાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget