Arvindk Kejriwal On Pollution:દિલ્લીમાં પ્રદૂષણ વધતાં કેજરીવાલ સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
દિલ્હીના cm કેજરીવાલેએ કહ્યું કે, આ મામલે ખેડૂતોને સાથે રાખીને ઘણા પગલાં લેવામાં આવશે અને તેના પરિણામો આવતા વર્ષ સુધીમાં દેખાશે.
Arvindk Kejriwal On Pollution: દિલ્હીના cm કેજરીવાલેએ કહ્યું કે, આ મામલે ખેડૂતોને સાથે રાખીને ઘણા પગલાં લેવામાં આવશે અને તેના પરિણામો આવતા વર્ષ સુધીમાં દેખાશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના બગડતા વાતાવરણ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે કેન્દ્રને તાત્કાલિક પગલાં ભરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ રાજનીતિનો સમય નથી, ન તો પરાળી સળગાવવા માટે ખેડૂત જવાબદાર છે. તેમણે કહ્યું કે, જો પંજાબમાં પરાળી સળગી રહ્યાં છે, તો તેના માટે અમે પોતે જ જવાબદાર છીએ, કારણ કે ત્યાં પણ અમારી સરકાર છે. દિલ્હીના સીએમએ કહ્યું કે આ મામલે ખેડૂતોને સાથે રાખીને ઘણા પગલાં લેવામાં આવશે અને તેના પરિણામો આવતા વર્ષ સુધીમાં દેખાશે.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ માત્ર દિલ્હીની જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે. દિલ્હી સિવાય હરિયાણા અને યુપીના ઘણા શહેરોમાં હવા ખૂબ જ ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યું કે આના ઘણા સ્થાનિક કારણો છે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે પંજાબ અને દિલ્હીમાં અમારી સરકાર છે. રાજકારણ કરવાનો સમય નથી. અમારી તરફ આંગળી ચીંધવાનો સવાલ જ નથી. અમારું માનવું છે કે પંજાબમાં પરાળ સળગી રહી છે. પરંતુ જ્યાં સુધી ખેડૂતને ઉકેલ નહીં મળે ત્યાં સુધી તે શું કરશે? તે જવાબદાર નથી. જો પંજાબમાં પરાળ સળગતી હોય તો અમે તેની જવાબદારી લઈએ છીએ. માનનીય સરકારે ઘણાં પગલાં લીધાં છે. કેટલાકને સફળતા મળી, કેટલાકને નથી મળી. ત્યારે આવતા વર્ષ સુધીમાં કોઈ નક્કર ઉકેલ આવી જશે. આમાં કોઈ બ્લેમ ગેમ નથી.. અમે પરાળી સળગાવવા માટે જવાબદાર છીએ, અમે સ્વીકારીએ છીએ.