શોધખોળ કરો
Advertisement
આસારામની તબિયત વિશે બહુ મોટા સમાચાર, જાણો જોધપુરની હોસ્પિટલથી આસારામને ક્યાં લઈ જવાયા ?
મંગળવારે મોડી રાત્રે આસારામની તબિયત લથડતા તેને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોધપુર: યૌન શોષણના આરોપમાં જોધપુરમાં જેલની સજા ભોગવી રહેલા આસારામની તબિયતમાં હવે સુધારો આવતા તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. મંગળવારે મોડી રાત્રે તબિયત લથડતા તેને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બાદ આસારામને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સોનોગ્રાફી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવ્યા બાદ સીસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
જો કે, તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને સઘન સુરક્ષા વચ્ચે જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાંથી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે.
ડૉક્ટરો અનુસાર, આસારામના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા અને બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારે રજા આપી દેવામાં આવી છે. તે દરમિયાન મોટી સંખ્યામાં આસારામના શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.
બીજી તરફ પોલીસને ચકમો આપી આસારામના આ કેસમાં આરોપી રહેલી શિલ્પી સીસીયૂ સેન્ટરની બહાર પહોંચી ગઈ હતી. તેની પોલીસ અધિકારીઓ અને પોલીસને ખબર પણ નહોતી. પરંતુ જ્યારે મીડિયાને નજરમાં આવી તો શિલ્પી કોઈ જવાબ આપ્યો નહોતો. બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આસારામ અમારા દાદાની ઉંમરના છે. તેઓ આ પ્રકારનું કોઈ કામ ન કરી શકે પરંતુ તેમના પર કોઈને દયા નથી આવી રહી. તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું. સેવિલા શિલ્પીનને કોર્ટમાં રાહત મળી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion