મુસ્લિમ સમાજે આજે કાળો દિવસ નહીં ઉજવવા માટે કર્યો નિર્ણય, જાણો શું છે મામલો
બાબરી મસ્જિદ ધ્વંસની આજે 30મી વર્ષગાંઠ, અયોધ્યા અને મથુરા સહિત સમગ્ર યુપીમાં સુરક્ષા સઘન ગોઠવી દેવાઇ છે.
ઉત્તરપ્રદેશ: બાબરી મસ્જિદ ધ્વંસની આજે 30મી વર્ષગાંઠ, અયોધ્યા અને મથુરા સહિત સમગ્ર યુપીમાં સુરક્ષા સઘન ગોઠવી દેવાઇ છે.
આજે બાબરી મસ્જિદ ધ્વંસની 30મી વર્ષગાંઠ છે., અયોધ્યા અને મથુરા સહિત સમગ્ર યુપીમાં સુરક્ષા સઘન કરાઇ છે. અયોધ્યામાં વિવાદિત માળખાની વર્ષગાંઠને કારણે આજે ઉત્તર પ્રદેશના દરેક શહેરમાં ચુસ્ત બંદોબસ્ત છે, પરંતુ આજે મથુરા અને અયોધ્યામાં સૌથી વધુ એલર્ટ છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શાંતિ અને સુરક્ષા સાથે બાંધછોડ ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
મથુરાના મુસ્લિમ સમુદાયમાં કૃષ્ણ જન્મભૂમિ પાસે 3 સ્તરીય સુરક્ષાએ આ વખતે 'બ્લેક ડે' નહીં ઉજવવાનો નિર્ણય કર્યો
મુસ્લિમ સમાજ કાળો દિવસ ઉજવશે નહીં
અયોધ્યામાં મુસ્લિમ સમુદાય, જે મસ્જિદ વિધ્વંસની દરેક વર્ષગાંઠ પર 'બ્લેક ડે' મનાવતો હતો, તેણે આ વખતે આવું ન કરવાનો નિર્ણય લીધો છે. મુસ્લિમ નેતા અને અયોધ્યાના કોર્પોરેટર હાજી અસદ અહેમદે કહ્યું, "હવે અયોધ્યાના ચુકાદા પછી, જેણે બાબરી મસ્જિદની જમીન રામ મંદિર માટે આપી છે, અમે અમારા હિન્દુ ભાઈ-બહેનો સાથે સૌહાર્દ અને ભાઈચારાનું વાતાવરણ બનાવવા માંગીએ છીએ, તેથી અમે આ વખતે આવો કોઈ કાર્યક્રમ ન કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ, અયોધ્યા અને ફૈઝાબાદની તમામ મસ્જિદોમાં પવિત્ર કુરાનનું પઠન થશે અને અમે ભગવાનને શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરીશું."
માત્ર 3 ફૂટના શિવપાલને મળ્યું ડ્રાઈવિંગ લાયસંસ
હૈદરાબાદમાં રહેતા માત્ર ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા રહેતા ગટ્ટીપલ્લી શિવપાલને ડ્રાઈવિંગ લાયસંસ અપાયું છે. ભારતમાં પહેલી વાર આટલી ઠીંગણી વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યું છે. શિવપાલ છેલ્લાં વીસ વરસથી લાયસંસ મેળવવા માટે મથ્યા કરતા હતા પણ તેમની ઉંચાઈના કારણે સફળ નહોતા થતા. છેવટે શિવપાલે પોતાની ઉંચાઈ ના નડે એ પ્રકારની કરામત કરીને ડ્રાઈવિંગ લાયસંસ મેળવી લીધું છે.
ગટ્ટીપલ્લી શિવપાલ ભારતમાં ત્રણ ફૂટ કે ઓછી ઉંચાઈ ધરાવતા હોવા છતાં ડ્રાઈવિંગ લાયસંસ મેળવનારી પહેલી વ્યક્તિ છે. હૈદરાબાદમાં રહેતા ગટ્ટીપલ્લી શિવપાલે ત્રણ ફૂટ ઊંચાઇ હોવા છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી વિક્રમ સર્જ્યો છે. શિવપાલના આ વિક્રમની નોંધ લઈને લિમ્કા બુક રેકોર્ડમાં પણ તેમને સ્થાન પણ આપવામાં આવ્યું છે.
ગટ્ટીપલ્લી શિવપાલ માત્ર ત્રણ ફૂટના હોવાથી તેમના ઠીંગણા કદના કારણે કોઇ ડ્રાઇવિંગ શીખડાવવા પણ તૈયાર થતું નહોતું. 42 વર્ષના ગટ્ટીપલ્લી શિવપાલને આશરે 120 ડ્રાઇવિંગ સ્કૂલોએ અલગ-અલગ પ્રકારનાં બહાનાં આપી ડ્રાઇવિંગ શીખડાવવાની ના પાડી દીધી હતી. તેમની ઉંચાઈ ઓછી હોવાથી કારના કાચમાંથી તે આગળ પણ જોઈ શકતા નહોતા. શિવપાલે તેનો રસ્તો શોધી કાઢીને કારને કસ્ટમાઇઝ કરાવીને પોતે જોઈ શકે એઅવી બનાવડાવી દીધી. તેમના મિત્ર ઇસ્માઇલની મદદથી કારને નાની બનાવ્યા પછી તેમણે કાર ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યુ હતું.
આ પણ વાંચો
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી
40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ