શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ભાવનગર: વલ્લભીપુરના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા 10 લોકો ડૂબ્યાં, 5ના મોત
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જૂના રતનપર ગામમાં નદીમાં નહાવા પડેલા 10 લોકોમાંથી ડૂબી જવાથી 5 લોકોના મોત થયા છે. જૂના રતનપરના 10 ખેતમજૂરો ચાડા ગામની કેરી નદીમાં નહાવા પડ્યાં હતા.
ભાવનગર: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જૂના રતનપર ગામમાં નદીમાં નહાવા પડેલા 10 લોકોમાંથી ડૂબી જવાથી 5 લોકોના મોત થયા છે. જૂના રતનપરના 10 ખેતમજૂરો ચાડા ગામની કેરી નદીમાં નહાવા પડ્યાં હતા. નદીમાં એક વ્યક્તિ ડૂબી જતા તેને બચાવા જતાં 5 લોકોના મોત થયા હતા. 5 લોકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. જેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ખેત મજૂરો ચાડા ગામની કેરી નદીમાં ન્હાવા પડ્યાં હતા. અંદાજે 10 લોકો નદીમાં નહાવા પડ્યાં હતા ત્યારે નદીમાં પડેલાં ખાડામાં એક વ્યક્તિ અચાનક ડૂબવા લાગી હતી. તેને બચાવા જતાં 5 લોકોના મોત થયા હતા.
ભાવનગરના વલ્લભીપુરમાં તળાવમાં 10 લોકો ડુબ્યા હતા જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. જુના રતનપર ગામમાં આવેલા તળાવમાં ડુબી જવાથી બે યુવકો, એક આધેડ અને બે યુવતીનું મોત થયા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ખેતમજુરીનું કામ કરતા 18 વર્ષના બે યુવક મહેશ અને ગોપાલ,50 વર્ષના ગીધાભાઈનું મોત નિપજ્યુ છે. જ્યારે 18 વર્ષની ભાવના અને નિશા નામની બે યુવતીઓના પણ ડુબી જતા મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion