Gujarat Rain: મહુવા પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, ખેતરો બન્યા તળાવ
Gujarat Rain: મહુવાનાં તાલુકા પથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે.
Gujarat Rain: મહુવાનાં તાલુકા પથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે. મહુવાના ખડસલીય,કુંભણ,કોજળી,કોટિયા, ખરેડ સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
ધોલેરા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે. ઓલપાડ બાદ માંડવી તાલુકામાં વરસાદ શરૂ થયો છે. માંડવી નગર અને તાલુકામા ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માંડવીના મુખ્ય બજાર ,ધોબણી નાકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી
સાંજે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 125.57 મીટર નોંધાઈ છે. મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 68,923 ક્યુસેક છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 64,945 ક્યુસેક થઈ છે. રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક 10,171 ક્યૂસેકની છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં જાવક 5,155 ક્યુસેકની છે. કુલ જાવક 15,326 ક્યૂસેકની છે. 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 43 સે.મી.નો વધારો થયો છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર,જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. ગુજરાત રિજીયનના સૌરાષ્ટ્ર અને કચ્છમા એક દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 15, 16 અને 17 તારીખે ભારે વરસાદ અને 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે
18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial