શોધખોળ કરો

Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

Bhavnagar News: આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

Bhavnagar News: આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આમ ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તે માટે અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરવામાં આવી હતી.

Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં હિન્દુ સંગઠનોની રજુઆત અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાના પ્રયાસથી અશાંતધારો લાગુ થયો છે. શહેરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે.

10 દિવસનું આપવામાં આવ્યું હતુ અલ્ટિમેટમ

ભાવનગરમાં અશાંતધારો લાગું કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા ત્રણ દિવસ પહેલા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ અંગે હિન્દુ સંગઠનના  અશોક ગોહિલે કહ્યું કે,  હિંદુત્વ વાદીની સરકારમાં 27 વર્ષથી ભાવનગરમાં હિંદુ સંગઠન દ્વારા અશાંતધારાની માંગ થઈ રહી છે. સંગઠન દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જે પૂરું થતા શહેરના મોખડાજી સર્કલ ખાતે સૂત્રોચાર સાથે દેખાવ કર્યો હતો. ધારાસભ્ય સેજલબેન પંડ્યાના ઘરની બહાર રામધુનનો કાર્યક્રમ રાખેલ હતો પરંતુ પોલીસ દ્વારા ઘર પર પહોંચે તે પહેલાં હિંદુ સંગઠનને અટકાવી દીધું હતું પરંતુ બીજું ગ્રૂપ છુપી રીતે MLA નાં ઘરની બહાર પહોંચી જઈ સૂત્રોચાર કર્યા હતા. હિન્દુ સંગઠનનું માનવું છે કે નબળી નેતાગીરીના કારણે ભાવનગરમાં અશાંતધારો લાગુ થતો નથી.

Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

ભૂતકાળમાં ભાવનગરે અનેક કોમી રમખાણ જોયા છે જેનું સાક્ષી ભાવનગર રહ્યું છે. અશાંતધારાની માંગ આજકાલથી નહીં પરંતુ 27 વર્ષથી થઈ રહી છે. ભાવનગર શહેર વિસ્તારમાં અનેક એવા ડિસ્ટર્બ એરિયા છે કે જ્યાં વિધર્મી લોકો દ્વારા અનેક સોશાયટી વિસ્તારમાં પ્રવેશ કરીને મકાનોની લે વેચ કરી છે. સોદા કર્યા છે. જેમાં ક્રેસન્ટ વિસ્તાર, હલુંરીયા ચોક, ગીતા ચોક, ઘોઘા સર્કલ, ગૌરીશંકર, મોખડા જી સર્કલ, વડવા સહિતના વિસ્તાર સામેલ છે જ્યાં અનેક હિંદૂઓને ઘર છોડીને જવું પડ્યું છે જ્યારે અનેક વિસ્તારમાં તો વિધર્મીઓએ પ્રવેશ ન કરવા માટે હિન્દૂ સોસાયટીમાં વિસ્તાર દ્વારા જ બોર્ડ લગાવવામાં આવ્યા છે.

Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

જોકે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ દ્વારા પણ અશાંતધારાને લઇ ખૂબ રાજકારણ કરવામાં આવે છે. ધારાસભ્ય દ્વારા હિન્દુઓના મત લેવા માટે વચનો આપવામાં આવે છે. આજે એ જ વચનોને લઈ હિન્દુ સંગઠનો ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યા, જીતુ વાઘાણી શહીત ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળનાં ઘરે આવનારા દિવસોમાં હિંદુ સંગઠન કાર્યક્રમ આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget