શોધખોળ કરો

ACCIDENT: અમરેલીના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત, લાશને બહાર કાઢવા કારના પતરા તોડવા પડ્યા

ભાવનગર: વલભીપુર-ઉમરાળા હાઇવે રોડ ઉપર મોડી રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

ભાવનગર: વલભીપુર-ઉમરાળા હાઇવે રોડ ઉપર મોડી રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.  અકસ્માતનો ભોગ બનનાર આહીર પરિવાર અમરેલીનો રહેવાસી હતો. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ પરિવાર સુરતથી પરત અમરેલી જઈ રહ્યો હતો એ દરમિયાન વલભીપુરથી બાયપાસ રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જીલુંભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતના બનાવવામાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે લાશને બહાર કાઢવા માટે ફોરવીલ કારના પતરા તોડવા પડ્યા હતા.

શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન

શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડી રહી હતી.

ભારતના વોરેન બફેટ

રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવાય છે. શેરમાર્કેટમાં રૂપિયા લગાવ્યા બાદ તેમણે બિગ બુલ એરલાઇન સેક્ટરમાં પણ એન્ટ્રી કરી હતી. તેમની નવી એરલાઇન કંપનીએ મોટું રોકાણ કર્યુ હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામ શરૂ કર્યુ હતું. તેઓ હજારો કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમણે માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરી હતી.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 32 શેર

જૂન 2022ના ત્રિમાસિક ગાળા માટેના નવીનતમ શેરહોલ્ડિંગ મુજબ, રાકેશ ઝુનઝુનવાલાના સ્ટોક પોર્ટફોલિયોમાં હાલમાં 32 શેરનો સમાવેશ થાય છે. જેની વર્તમાન નેટવર્થ રૂ. 31,220.9 કરોડથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવે છે. મીડિયા અને રિટેલ રોકાણકારો તેના રોકાણ પર નજર રાખે છે. તેમના મનપસંદ શેરોમાં ફાઇનાન્સ, ટેક, રિટેલ અને ફાર્મા સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 

Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?

Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા

Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી

ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ

Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા

Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 

Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ

Embed widget