શોધખોળ કરો

Anganwadi: આંગણવાડી બહેનોનો પગાર કાપી લેવાતા ભાવનગર જિ.પં.માં ધરણાં, વિરોધના દ્રશ્યો આવ્યા સામે

થોડાક મહિનાઓ પહેલા રાજ્યભરમાંથી આંગણવાડી બહેનોઓ પગાર વધારો અને અન્ય માંગણીઓને લઇને હડતાળ કરી હતી

Anganwadi Employees Protest: થોડાક મહિનાઓ પહેલા રાજ્યભરમાંથી આંગણવાડી બહેનોઓ પગાર વધારો અને અન્ય માંગણીઓને લઇને હડતાળ કરી હતી, આ હડતાળમાં મોટી સંખ્યામાં આંગણીવાડી કાર્યકરો અને બહેનો જોડાઇ હતી, જેઓએ આ દરમિયાન માસ સીલ મુકી હતી, પરંતુ હવે આ તમામ બહેનોને પગારમાં કાપ મુકતા હલ્લાબોલ શરૂ થયો છે. ભાવનગર જિલ્લામાંથી આ હડતાળમાં જોડાયેલી કેટલીક આંગણવાડી બહેનોનો જોડાઇ હતી જેઓનો પગાર કાપી લેવાતા આ તમામ આંગણવાડી બહેનોએ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં ધરણાં યોજ્યા હતા, એટલુ જ નહીં સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ, અને આ દરમિયાન CDPO અધિકારી સાથે પણ બહેનોની ધક્કામુક્કીના દ્રશ્યો સામે આવ્યા હતા. પગાર કાપી લેવાની વાતને લઇને આંગણવાડી બહેનો ઉગ્ર બની હતી. 

ભાવનગર ઘોઘા તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા આજે જિલ્લા પંચાયતની આઇસીડીએસ ઓફિસ કચેરીનો ધેરાવ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો. 185થી વધુ મહિલાઓએ પગારની અનિયમિતતા આ ઉપરાંત હક રજા તેમજ નવા આવેલા ઘોઘાનાં CDPO દ્વારા આંગણવાડી મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે આંગણવાડી મહિલાઓએ સૂત્રોચાર સાથે ધરણા યોજી ઓફીસ બહાર દેખાવ કર્યો હતો.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં 185 જેટલી આંગણવાડી મહિલાઓ પોતાની ફરજ બજાવી રહી છે, જેમાં ગયા મહિનામાં આ તમામ મહિલાઓ પોતાની હક રજા પર યૂનિયનની બેઠક હોવાથી માસ સીએલ મૂકી હતી પરંતુ તેમનો પગાર કાપી લેવામાં આવતા આંગણવાડી કર્મચારીની મહિલાઓ આજે ગુસ્સે અને રોષે ભરાઈ હતી, આ સાથે જ આંગણવાડીની મહિલાઓનો આક્ષેપ છે કે તેઓ સમયસર પોતાનું બિલ મૂકી દે છે તેમ છતાં પાંચ-સાત મહિના સુધી પગારમાં ચૂકવવામાં આવતો નથી. તેમજ ઘોઘા તાલુકામાં તાજેતરમાં મહિલા સીડીપીઓની નિમણૂક થઈ છે જે મહિલા અધિકારી આંગણવાડી કર્મચારીની મહિલાઓનું શોષણ કરી રહ્યા છે, જેથી તેમને હટાવવામાં આવે તેવી આંગણવાડી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

આજે સૌથી વધુ આંગણવાડીની મહિલાઓ આજે જિલ્લા પંચાયતની icds પ્રોગ્રામ ઓફિસરની કચેરી પર પહોંચી હતી, જ્યાં ઉગ્ર સૂત્રોચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો જોકે આંગણવાડીની મહિલાઓ રજૂઆત કરવા આવતા આઇસીડીએસ કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા તમામ મહિલાઓ કચેરીની બહાર બેસી ગઈ હતી, અને વિરોધ નોંધાવ્યો હતો બે કલાક સુધી પોતાની રજૂઆત કરવા આવેલી મહિલાઓની કોઈ અધિકારી દ્વારા રજૂઆત નહીં સાંભળતા મહિલાઓ વધુ આક્રોશે ભરાઈ હતી અને સીડીપીઓ અધિકારી સાથે ધક્કા મૂકી કરી હતી.

જોકે આ બાબતે ભાવનગરના સીડીપીઓ અધિકારી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આંગણવાડીની મહિલાઓ દ્વારા બે દિવસ આંગણવાડી બંધ રાખવામાં આવી હતી, આ સાથે જ સરકારની સંજીવની યોજના અંતર્ગત જે દૂધ આપવામાં આવે છે તે પણ આપવામાં આવ્યું ન હતું જેના કારણે આ પગલા ભરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આંગણવાડી કર્મચારીની મહિલાઓના હકમાં નિર્ણય આવે છે કે નહીં. રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ચીમકી આપી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે કે સંતોષવામાં નહીં આવે તો તેઓ દરરોજ આઇસીડીએસ કચેરીએ ધરણાનો કાર્યક્રમ આપી વિરોધ વ્યક્ત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget