Bhavnagar: ડમી કાંડમાં વધુ બે આરોપીઓને SITએ ઝડપી પાડ્યા, જાણો હજુ કેટલા આરોપીઓ છે ફરાર
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડમી કાંડને લઇને એક પછી એક અપડે સામે આવી રહ્યાં છે, હવે આ કડીમાં વધુ બે આરોપીઓને ડમી કાંડ મામલે એસઆઇટીની ટીમે ઝડપી પાડ્યા છે.
Bhavnagar: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડમી કાંડને લઇને એક પછી એક અપડે સામે આવી રહ્યાં છે, હવે આ કડીમાં વધુ બે આરોપીઓને ડમી કાંડ મામલે એસઆઇટીની ટીમે ઝડપી પાડ્યા છે. ભાવનગરમાં સામે આવેલા મોટા ડમી કાંડમાં SITની ટીમને મોટી સફળતા મળી છે, SITની ટીમે તળાજામાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
માહિતી પ્રમાણે, ભાવનગરમાં ઉજાગર થયેલા મોટા ડમી કાંડ મામલામાં SITની ટીમે કૌશીકભાઇ મહાશંકરભાઇ જાની અને રાજુભાઇ ઉર્ફે રાજ ગીગાભાઇ ભાલીયા બન્નેને ઝડપી પાડ્યા છે, આ બન્ને તળાજાના રહેવાસી છે. ડમી કાંડમાં પકડાયેલ બન્ને આરોપી 36 વિરુદ્ધ નોંધાયેલી FIR પૈકીના છે. SIT ટીમ ડમી કાંડમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ ચૂકી છે, જ્યારે હજુ 19 આરોપીઓ ફરાર છે.
Dummy scam: તોડકાંડમાં પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા, જાણો કોના ઘરેથી મળ્યા આ રૂપિયા
Dummy scam: તોડકાંડમાં ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ દ્વારા આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. પોલીસે આ 38 લાખ રૂપિયા આરોબી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી રિકવર કર્યા છે. નોંધનીય છે કે, આરોબી કાનભા એ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબ્જે લીધા હતા.
તોડકાંડમાં યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર જિલ્લામાં વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા છે. યુવરાજસિંહ વિરૂદ્ધ અપહરણ કરી ડમી વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે યુવરાજસિંહના સાળા પાસેથી લાખોની રોકડ પણ રિક્વર કરવામાં આવી છે. જો કે હાલ તો નિલમબાગમાં નોંધાયેલી ફરિયાદ યુવરાજસિંહ હાલ પોલીસ રિમાન્ડ પર છે. યુવરાજસિંહ વિરૂદ્ધ પકડાયેલા આરોપીઓએ નિવેદનો નોંધાવ્યા છે.
યુવરાજસિંહની ધરપકડના રાજકીય પ્રત્યાઘાત
યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. તમને જણાવી દઈએ કે, યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.
ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં
તોડકાંડ અને ડમીકાંડ મામલે મીડિયા સમક્ષ વાત કરતા આજે AAPના નેતા ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, પુરાવા એકઠા કરવાનું કામ યુવરાજ સિંહનું નથી. અહીં સવાલ એ થાય છે કે જે ડમીકાંડ બહાર લાવે છે તેમને જ કેમ ફસાવવામાં આવે છે. યુવરાજ સિંહે ડમીકાંડ બહાર પાડ્યું છે. તો તેના પર ઉડી તપાસ થવી જોઇએ નહિ કે નામ કાંડ ઉજાગર કરનારને જ ફસાવવામાં આવે.
ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી
વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ સમગ્ર મામલામાં યુવરાજ સિંહને જેલમાં નાખી દેવાયા પરંતુ ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી. યુવરાજ સિંહ આજે પણ યુવોનો આઇકોન છે. બીજી એ પણ છે કે, યુવરાજ સિંહ જેલમાં હોવાથી હવે કોઇ પેપરકાંડ બહાર નહી પાડી શકે. યુવરાજ સિંહને જેલમાં ધકેલવાની સક્ષમતા ધરાવતી પોલીસ ડમીકાંડ કેમ ન પકડી શકી?