Bhavnagar: એક્ટિવા લઈને માતા બે પુત્રીઓને સાથે જતી હતી મામાના ઘરે, ટ્રક ચાલકે અડફેટે લેતાં નજર સામે જ બંને પુત્રીઓના મોત
Accident News: બનાવમાં દેવાંગી નામની 12 વર્ષની દીકરી અને યાત્રી નામની 7 વર્ષની દીકરીનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં માતાને પણ ઈજા પહોંચી હતી.

Bhavnagar News: મહુવા બાયપાસ નેશનલ હાઇવે રોડ દિન પ્રતિદિન ગોઝારો બનતો જાય છે. ભાવનગર-મહુવા બાયપાસ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા લઈને માતાની સાથે મામાના ઘરે જતી બે બાળકીના માતાની નજર સામે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
બાયપાસ હાઈવે રોડ પરથી એકટિવા લઈને બે બાળકી સાથે મહુવાના તરેડ ગામે મામાના ઘરેજઈ રહ્યા હતા એ દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લેતા મોત થયા હતા. બનાવમાં દેવાંગી નામની 12 વર્ષની દીકરી અને યાત્રી નામની 7 વર્ષની દીકરીનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં માતાને પણ ઈજા પહોંચી હતી, જેમની મહુવા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક બંને બાળકીઓ બેલુરુ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે આ ઘટના બાદ મહુવામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
એક પુત્રીનું ઘટના સ્થળે જ મોત
મહુવા નાગરિક બેંકના બ્રાંચ મેનેજર રાજુભાઇ ખીમાણી ના પત્ની ભારતીબેન (ઉ.વ.40) અને તેમની બે દિકરીઓ દેવાંગી (ઉ.વ.12), યાત્રી (ઉ.વ.7) એક્ટીવા ઉપર મામાના ઘરે તરેડ જઇ રહ્યાં હતા તેવા સમયે નવ નાળા પછીના ઢાળ ઉપર પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દેવાંગીનું ઘટના સ્થળે જ કરૂણ અને કમાટી ભર્યુ મૃત્યુ થયું હતું. ભારતીબેન અને યાત્રીને ગંભીર ઇજા થતા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર્થે ખસેડેયા હતા, જ્યાં યાત્રીનું મોત થયું હતું.
પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે નોંધ્યો ગુનો
બન્ને બાળકીઓ બેલુર વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. બે બાળકીઓના મૃત્યુ થતા પી.એમ. માટે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી જઇ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતની જાણ પરિવારને થતા કુટુંબીજનો, સમાજના અગ્રણીઓ, ડોક્ટરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
મહેસાણા જિલ્લમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જગુદણ પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ
એસબીઆઈ અને પોસ્ટ ઓફિસ બંનેમાંથી ક્યાં રિકરિંગ ડિપોઝિટ પર મળી રહ્યું છે વધારે વ્યાજ, સમજો પૂરું ગણિત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
