Bhavnagar: ડમી કાંડની ફરિયાદને આજે એક માસ પૂર્ણ, હજુ 15 આરોપીઓ પોલીસ પકડની બહાર
એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી,
Bhavnagar: ભાવનગરમાં સામે આવેલું ડમી કાંડ પ્રકરણ આજે રાજ્યમાં ટૉક ઓફ ધ ટાઉન વિષય બની ચૂક્યો છે, ડમી ઉમેદવાર કાંડને લઇને નોંધાયેલી ફરિયાદને આજ એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.
એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ડમી ઉમેદવાર કાંડની ફરિયાદ મુજબ, 22 આરોપીઓ હતા અને તપાસ દરમ્યાન 21 આરોપીઓના નામ ખુલ્યા હતા, આમ 43 લોકોની કરવામાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ 42 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. જોકે, ડમી કાંડ મુદ્દે હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આજે ડમી કાંડ મામલે નોંધાયેલી ફરિયાદને એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે છતાં પોલીસ હજુ પણ 15 આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.
Dummy Scam Update: ચકચારી ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસે વધું એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડમીકાંડમાં સામેલ ભાવેશ જેઠવાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશ જેઠવા મૂળ તળાજા તાલુકાના પીપરલા ગામનો રહેવાસી છે. ભાવેશ જેઠવા LCB નાં PI દ્વારા ભરત નગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 9 નુંબરનો આરોપી છે. ફરિયાદ પૈકી 36 માંથી કુલ 21 આરોપીઓ પકડાયા છે જ્યારે હજી પણ 15 પોલીસ પકડથી દૂર છે.
ભાવનગર: શહેરમાં બહાર આવેલા વ્યાપક ડમીકાંડના તાર હવે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચ્યા છે. ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાંથી વર્ષ 2022માં લેવાયેલી બિન સચિવાલય કલાર્ક અને હેડ કલાર્કની પરીક્ષાના કેટલાક ઉમેદવારોની હોલ ટીકીટ, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા છે. આ ઉમેદવારોમાં અમરેલીના જેસંગપરાના 3 ઉમેદવારની વિગતો અને બનાસકાંઠાના દાંતીવાડાના 1 ઉમેદવારની માહિતી મળી છે. માહિતી ચકાસવા ભાવનગર પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી અસલ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. પરિણામે હવે એ ખુલાસો થયો છે કે, વ્યાપક ડમીકાંડના તાર ભાવનગર સિવાય અમરેલી અને બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચ્યા છે.