Bhavnagar: સરકારી પરીક્ષામાં ચાલતા કૌભાંડને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, પોલીસે 36 લોકો સામે કરી કાર્યવાહી
Bhavnagar: ગુજરાતમાં સરકારી પરીક્ષામાં ચાલતા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 36 લોકો વિરુદ્ધ ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડમી ઉમેદવાર અંગે પોલીસે કાર્યવાહી કરતા હડકંપ મચ્યો છે.
Bhavnagar: ગુજરાતમાં સરકારી પરીક્ષામાં ચાલતા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 36 લોકો વિરુદ્ધ ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડમી ઉમેદવાર અંગે પોલીસે કાર્યવાહી કરતા હડકંપ મચ્યો છે. નોંધનીય છે કે, આ કૌભાંડ 11 વર્ષથી ચાલતું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
અમદાવાદમાં RSS વડા મોહન ભાગવતે કોની સામે લડવાનો સમય હોવાનો ઉલ્લેખ કર્યો
અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરએસએસનો સમાજ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15000 જેટલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, અલગ અલગ ક્ષેત્રના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર સંઘચાલક મોહન મોહન ભાગવતે કાર્યક્રમમાં સંબોધન કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનભરના પ્રયત્નોને યાદ કરાવ્યા. સાથે જ સમાજમાં કોઈ ભેદ વિના લોકો જીવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.
તેમણે સ્પષ્ટ કર્યું કે ગુલામીમાં અભિવ્યક્તિ કરી શકાતી નથી. આથી જ સ્વ ના તંત્ર ને મજબૂત કરવા માટે આપણે સૌ પ્રથમ ભારતીય છે તે ગુણને અપનાવીને જીવવું પડશે. તમામ દેશવાસીઓ સાથે સદભાવનાથી રહેવું પડશે અને સમર્થ હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે ભારતીયતાના મૂળ મંત્રને વધુ સુદ્રઢ કરવો પડશે. આંતરિક લડાઈઓથી ઉપર ઊઠીને દેશ પર આક્રમણ કરી રહેલી તાકાતો સામે લડવાનો સમય છે, ત્યારે એકતાની તાકાત ઓળખીને સૌ સાથે મળીને દેશને આગળ ધપાવવા માટે તમામ પડકારોને જીલીને આગળ વધીએ. હિન્દુ અને ભારતીય બે સમાનાર્થી શબ્દો જ છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું.
ગુજરાત વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે તૈયાર કરી ફોર્મ્યુલા
ગાંધીનગર: વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે ફોર્મ્યુલા તૈયાર કરી છે. AAPને એક સમિતિમાં સ્થાન આપવાની સરકારની ફોર્મ્યુલા છે. AAPના ધારાસભ્યો સમિતિમાંથી ઉમેદવારી પાછી ખેંચે તો એક સમિતિમાં સ્થાન અપાશે. AAPના 1 ધારાસભ્યને આદિજાતિ સલાહકાર પરિષદમાં સ્થાન આપવા ભાજપ સરકાર તૈયાર છે. કોંગ્રેસને પણ બે સમિતિઓમાં 1 - 1 સભ્ય વધારી આપવાની ફોર્મ્યુલા તૈયાર છે. જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિમાં કોંગ્રેસના 2 - 2 સભ્યોને સ્થાન આપવાની ફોર્મ્યુલા છે. AAP અને કોંગ્રેસ જો આ પ્રમાણે સમજૂતી કરશે તો ચૂંટણી કરવી નહિ પડે.
ગુજરાતના આ એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ કરશે સન્માનિત
27 વર્ષની નોકરીમાં એક પણ દીવસ રજા ન મૂકનાર અને એક પણ અક્સ્માત ન કરનાર ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ એસટી ડ્રાઇવરનું નામ છે પીરૂમિયા મીર જેની ગુજરાત રોડ સેફ્ટી માટે પસંદગી કરવામા આવી છે અને રાષ્ટ્રપતિના હાથે તેનું સન્માન કરવામાં આવશે. પીરૂમિયા મીર છેલ્લાં 27 વર્ષથી ગુજરાત પરિવાર નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જો કે 27 વર્ષની નોકરીમાં તેમણે અંકલેશ્વર, અંબાજી અને ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવી છે. હાલ તેઓ ખેરોલ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવે છે.