Bhavnagar Rain: ગારીયાધાર તાલુકામાં સાર્વત્રિક મેઘ મહેર, ધરતીપુત્રોએ લીધો રાહતનો શ્વાસ
Gujarat Weather: હવામાન વિભાગના મોડલ મુજબ 26 અને 27ના દિવસે વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ 28 જૂનથી ફરી વરસાદ વધશે, ગુજરાતના પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું અનુમાન છે.
Bhavnagar Rain Updates: ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં(Rain in Gariyadhar) પણ વરસાદનું આગમન થયું છે. ગારીયાધાર સહિત ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો પાંચ ટોબરા, રતન વાવ, ફાચરીયા, સૂર નિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડીયા, પરવડી, સુખપર, નવાગામ, વીરડી, બેલા, ખોડવદરી, લુવારા, ઠાંસા, મેસણકા, ભંડારીયા, રુપાવટી, પછેગામ, ગણેશગઢ, નાની વાવડી, મોટા ચારોડીયા સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગારીયાધાર પંથકમાં સાર્વત્રિક મેઘ મહેર થતા ખેડૂતોએ (farmers) રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ લોકોને પણ ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ (Gujarat monsoon) બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ, અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વના વિસ્તારમાં વરસાદ થશે. 2 જુલાઇ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી શકયતા જોવાઇ રહી છે.
ક્યા જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા દાહોદના વિસ્તાર, બોટાદ, સુરેન્દ્રનગરમાં, રાજકોટ સહિતના વિસ્તાર છૂટછવાયો વરસાદ થઇ શકે છે . કચ્છમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.હાલના હવામાન વિભાગના મોડલ મુજબ 26 અને 27ના દિવસે વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ 28 જૂનથી ફરી વરસાદ વધશે, ગુજરાતના પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું અનુમાન છે. જો 26થી 27 સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી 29 અન 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. 30 જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 2 જુલાઇ સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે.
રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના પાંચ, તો ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું ઓરેન્જ અને સાબરકાંઠા જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન છે.