શોધખોળ કરો

Jayveer Rajsinh Gohil: ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાઓનું સમારકામ થાય છે, ભાવનગરના યુવરાજના ટ્વીટથી ખળભળાટ

Jayveer Rajsinh Gohil tweet: દેશના વડાપ્રધાન ભાવનગર આવીને કરોડો રૂપિયાના વિકાસની જાહેરાત કરે છે પરંતુ ભાવનગરના રસ્તાઓ કેમ રીપેર થતા નથી તે એક વેધક સવાલ છે.

Jayveer Rajsinh Gohil tweet: દેશના વડાપ્રધાન ભાવનગર આવીને કરોડો રૂપિયાના વિકાસની જાહેરાત કરે છે પરંતુ ભાવનગરના રસ્તાઓ કેમ રીપેર થતા નથી તે એક વેધક સવાલ છે, ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે તાજેતરમાં કેન્દ્રના મંત્રીએ ગુજરાતમાં રસ્તાઓ બહુ સારા છે તે મામલે કરેલા ટ્વિટને જવાબ આપતા ભાવનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે યુવરાજે એમ પણ કહ્યું કે જેમની જવાબદારીમાં આવે છે તે કામ ન કરે તો તેને ઘર ભેગા કરી દો.

નોંધનિય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પણ ભૂતકાળમાં અનેક વખત તાકીદે રોડ રસ્તાઓ રીપેરીંગ કરવા માટે સૂચનાઓ આપી છે પરંતુ ભાવનગરના સત્તાધીશ શાસકો માની રહ્યા ન હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાવનગર શહેર અને અંતરિયાળ ગામોમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. તાજેતરમાં ભાજપનાં કેન્દ્રના કાનૂન મંત્રી કિરન રિજીજુ બે દિવસય ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમને અનેક વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. 

ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાઓનું સમારકામ થાય છે

આ દરમિયાન તેઓ ભાવનગરથી બાય રોડ અમદાવાદ હાઈવે પર સફર કરી હતી, જેમાં તેમને એક વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું હતું. તેમાં ગુજરાતના રોડ રસ્તાઓ ખૂબ સારા હોવાના દાવો કર્યા છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પણ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે "ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાઓનું સમારકામ થાય છે" આ ટ્વિટને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે.

રોડ રસ્તાને લઇને રાજકીય ધમાસણ શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માથે આવતા ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની પણ એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. આ ઉપરાંત ટોચના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટા ફેરા પણ વધી ગયા છે. બે દિવસ પહેલા ભાવનગરમાં કેન્દ્રના કાનૂન મંત્રી કિરણ રિજિજું ડિસ્ટ્રિક્ટ કોર્ટના ભૂમિ પૂજન માટે પહોંચ્યા હતા અને જિલ્લાની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા બાદ ભાવનગરના યુવરાજ દ્વારા કરવામાં આવેલી ટ્વિટ પછી વિપક્ષ અને અપક્ષ દ્વારા રોડ રસ્તા મુદ્દે સરકારને અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હાલ રોડ રસ્તાને લઇને રાજકીય ધમાસણ શરૂ થયો છે

ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લામાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે પરંતુ રોડ રસ્તાઓની સ્થિતિ સુધરી રહી નથી. માત્ર થોડા દિવસો બાદ કે પ્રથમ વરસાદના આગમન પછી તમામ રોડ રસ્તાઓ તૂટીને બે હાલ બની જાય છે. જોકે શહેરીજનો વારંવાર અધિકારીઓને રજૂઆત કરે છે પરંતુ સત્તાધીશો અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 

 જીતુ વાઘાણીનો આદેશ પણ અધિકારીઓ ઘોળીને પી ગયા

ભાવનગરના રોડ રસ્તા રીપેરીંગ કરવા માટે ખુદ ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ અગાઉ સાત દિવસમાં રીપેરીંગ કરી દેવા માટે આદેશ આપ્યા હતા પરંતુ કોઈ કામગીરી થઈ નથી જેનો ભોગ પ્રજાજન બની રહી છે. લાખો કરોડો રૂપિયાનો મનપા ટેક્સ ઉઘરાવી રહી છે પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ નિવડી રહી છે. શહેરના રોડ રસ્તાની હાલત તો અત્યંત ખરાબ છે પરંતુ અંતરિયાળ રોડ રસ્તાની હાલત પણ અતિ બિસ્માર જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget