Bhavnagar: પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે કિશોરો ડૂબ્યા, જાણો વિગત
Bhavnagar News: ઘટનાને લઈ બંને બાળકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
Bhavnagar News: ભાવનગર શહેરના હીલપાર્ક ચોકડી પાસે આવેલ પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબ્યા હતા. હીલપાર્કથી અધેવાડા તરફ જવાના રોડ પર આવેલા પાણીના ખાડામાં બે બાળકો ન્હાવા પડ્યા હતા, બંને બાળકો અચાનક જ પાણીમાં ડૂબવા લાગતા આ અંગેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિકે તંત્રને જાણ કરી હતી. જેને લઇ ફાયર 108 સહિતનો કાપલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમાંથી બંને બાળકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી 17 વર્ષના શિવમ મોરબીયા નામના કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જ્યારે અન્ય એકને ગંભીર હાલતે ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. ઘટનાને લઈ બંને બાળકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સીદસર રોડ પર સ્થિત હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં શિવમ મોરબીયા અને સતીષ ઠાકર નામના બે બાળકો ન્હાવા પડતાં તેઓ અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતાં. ત્યાર બાદ તંત્રને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે પાણીના ખાડામાં બંને બાળકોની શોધખોળ હાથ ધરીને તેમના મૃતદેહો બહાર કાઢ્યા હતાં. આ ઘટનાની જાણ બંને બાળકોના માતાપિતાને કરતાં તેઓ ભારે આક્રંદ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. બેડી માર્કેટિંગ યાર્ડ રાજકોટના ડિરેક્ટર, અતુલ કમાણીએ જણાવ્યું, વરસાદે વિરામ લેતા સતત મગફળીની આવકો વધી રહી છે. રાજકોટ યાર્ડમાં પહેલા 10 થી 12 હજાર ગુણી આવતી હતી. આજે 25 હજાર કરતાં વધારે ગુણીની મગફળીની આવકો થઈ છે. મગફળીના ભાવમાં એક જ દિવસમાં મણે 50 થી 75 રૂપિયા નો ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ નવી મગફળીના ભાવ 1250 થી 1400 હતા.આજે યાર્ડમાં સરેરાશ મગફળીના ભાવ 1200 થી 1350 થયા છે. હાલ થોડી ભેજવાળી પણ મગફળી આવી રહી છે.સૂકી મગફળીના ભાવ 1400 થી 1500 રૂપિયા થયા છે. હજી પણ આવતા દિવસોમાં મગફળીની આવકો જેમ વધશે તેમ ભાવમાં ઘટાડો થઈ શકે છે.