Dharampur Election Result: સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. સવારથી જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ધરમપુર નગર પાલિકા બીજેપી કબજે કરતી જોવા મળી રહી છે. અહીં કુલ 6 વોર્ડ છે જેમાં 24 બેઠકો આવેલી છે. અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ તો ભાજપને 16 બેઠકો મળી છે. જ્યારે અન્યના ફાળે 4 બેઠકો ગઈ છે. ધરમપુર ખાતે વોર્ડ નંબર-1માં ચારેય અપક્ષ ઉમેદવાર જીત્યા છે. આમ આ અપક્ષ ઉમેદવારો બીજેપી અને કોંગ્રેસ પર ભારે પડ્યા છે. અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ 901 બેઠક પર વિજય મેળવ્યો છે જ્યારે અત્યાર સુધીની મતગણતરીમાં કોંગ્રેસ 112 બેઠક પર વિજય મેળવ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો
જૂનાગઢ મહાનગરપાલિકામા ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 33 બેઠક મેળવી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 10માં ભાજપને પેનલનો વિજય થયો હતો. તે સિવાય ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપે કબજો જમાવ્યો હતો. ચાણસ્મામાં જાહેર પરિણામમાં 13 પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગરની છાલા બેઠક પર ભાજપની જીત થઇ હતી. સંતરામપુર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. બોટાદની ગઢડા નગરપાલિકા પર ભાજપનો કબજો થયો હતો.
ગિરીશ કોટેચાના પુત્ર સામે ચૂંટણી લડેલા ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા. જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મહિપતસિંહ બસીયાએ પરાજય થતા જ કેસરિયો ધારણ કર્યો અને કહ્યું મેં જે ધાર્યું હતું અને મારે જે કરવું હતું તે કરી લીધું હતું.
- ગઢડામાં વોર્ડ નંબર સાતમાં ભાજપના બે ઉમેદવારની જીત
- ગઢડામાં વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના બે ઉમેદવારની જીત
- વલસાડ પાલિકામાં વોર્ડ નંબર છમાં ભાજપની પેનલની જીત
- ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર ચારમાં ભાજપના ત્રણ ઉમેદવારનો વિજય
- ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય
- છોટા ઉદેપુર પાલિકામાં વોર્ડ નંબર ત્રણમાં અન્યના ફાળે ચાર બેઠક
- બોટાદ નપામાં વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસની પેનલનો વિજય
- ઝાલોદ નપામાં વોર્ડ નંબર બેમાં રિકાઉન્ટિંગ
- સંતરામપુર નપામાં વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસની પેનલનો વિજય
- ડાકોર વોર્ડ 6માં ભાજપના બે ઉમેદવારનો વિજય
- જૂનાગઢ મનપા વોર્ડ 15માં કોંગ્રેસની પેનલનો વિજય
- રાધનપુર વોર્ડ 5માં ભાજપની પેનલનો વિજય
- લાઠી વોર્ડ 4માં ભાજપના એક ઉમેદવારનો વિજય
- લાઠી વોર્ડ 4માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારનો વિજય
- દેવગઢ બારિયા વોર્ડ 4માં ભાજપની પેનલનો વિજય
આ પણ વાંચો...