શોધખોળ કરો

Coronavirus: IPLમાં રમતાં આ સ્ટાર ગુજરાતી ક્રિકેટરના પિતાનું કોરોનાથી થયું નિધન, જાણો વિગત

ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું હતું. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આ વાતની પુષ્ટિ કરી હતી.

ભાવનગરઃ કોવિડ-19 મહામારીએ (Covid-19 Pandemic) સમગ્ર ભારતમાં કહેર મચાવ્યો છે અને સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આઈપીલ-2021 (IPL 2021) પણ કોરોના મહામારીના કારણે અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી છે અને આ લીગમાં રમતાં અનેક ખેલાડીઓ અને તેમના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ લિસ્ટમાં રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ફાસ્ટ બોલર અને ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયા (Chetan Sakariya) પણ સામેલ છે.

ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું હતું. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આ વાતની પુષ્ટિ કરી હતી. IPLમાં ચેતને સાત વિકેટ લીધી હતી. ચાલુ વર્ષે જ્યારે તે સૈયદર મુસ્તાક અલી ટ્રોફીમાં રમતો હતો ત્યારે તેના ભાઈનું નિધન થયું હતુ.

થોડા દિવસ પહેલા ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં ચેતન સાકરિયાએ કહ્યું હતું, હું નસીબદાર છું કે થોડા દિવસ પહેલા જ ફ્રેન્ચાઇઝીએ મારા હિસ્સાની ચૂકવણી કરી હતી. મેં તરત જ ઘરે પૈસા મોકલ્યા અને તેનાથી મારા પિતાની સારવારમાં ઘણી મદદ મળી. ચેતનના કહેવા મુજબ તેના પિતા એક સપ્તાહ પહેલા કોવિડ પોઝિટિવ આવ્યા હતા. જો આઈપીએલ ન હોત તો તે પિતાની સારવાર ન કરાવી શકત.

આઈપીએલ બંધ કરવા મુદ્દે વાત કરતાં તેણે કહ્યું, કેટલાક લોકો તેને બંધ કરી દેવાની માંગ કરે છે પરંતુ હું કહેવા માંગુ છું કે મારા પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ છું. ક્રિકેટ મારી કમાણીનું એક માત્ર સાધન છે. હું મારા પિતાની આઈપીએલમાંથી મળેલા રૂપિયાથી જ સારી સારવાર કરાવી શકુ છું અને  જો આ ટુર્નામેન્ટ ન હોત તો કદાચ તેમની સારવાર પણ શક્ય ન બનત. હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું અને મારા પિતાએ સમગ્ર જિંદગી ઓટો ચલાવી છે. આ લીગથી મારી જિંદગી બદલાઈ ગઈ છે. ચેતનને રાજસ્થાન રોયલ્સે એક કરોડ વીસ લાખમાં ખરીદ્યો છે.

દેશમાં લોકડાઉન લાગવાની અટકળો, મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક

Ahmedabad: હાર્દિક પટેલના પિતાનું  કોરોનાથી નિધન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?

Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ

Embed widget