શોધખોળ કરો

Crime News: નવા વર્ષે ભાવનગરમાં યુવકની હત્યા, મૃતકે મર્ડર કેસમાં કોર્ટમાં આપી હતી જુબાની

Crime News: પાલિતાણાના હણોલ ગામમાં જગદીશ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી

Crime News: નવા વર્ષ પર ભાવનગરમાં ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાલિતાણાના હણોલ ગામમાં જગદીશ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જગદીશ તેના ભાઇની લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે વાળુકડ ગામે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી.

Crime News: નવા વર્ષે ભાવનગરમાં યુવકની હત્યા, મૃતકે મર્ડર કેસમાં કોર્ટમાં આપી હતી જુબાની

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે જગદીશની હત્યા કોર્ટમાં જુબાની આપવાના કારણે કરવામાં આવી હતી. વાસ્તવમાં સુરતમાં 2 વર્ષ પહેલા જગદીશના મિત્રની હત્યા થઇ હતી જે કેસમાં જગદીશે કોર્ટમાં જુબાની આપી હતી. જેના કારણે તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે છ જણા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ ભાવનગરના સિહોરમાં પોલીસ પર માર મારવાનો આરોપ લાગ્યો છે. દુકાન બંધ કરવાને લઇ એક યુવક સાથે પોલીસે માથાકૂટ કરી હતી. પોલીસ તે યુવકને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે તે યુવકના ભાઇએ પોલીસને સવાલો કર્યા હતા. જેથી પોલીસે યુવકના ભાઇ રણજીતને માર માર્યાનો આરોપ લાગ્યો હતો. ભોગ બનનાર યુવકે સિંહોર PI સહિત 3 પોલીસકર્મી સામે અરજી કરી હતી. પરિવારની માંગ છે કે ત્રણેય પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવે.                

બનાસકાંઠાના પાલનપુરના તાજપુરામાં મકાનના બાથરૂમમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અડધું શરીર દાઝેલી હાલતમાં યુવક દિનકર શ્રીમાળીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.યુવક રાત્રીના સમયે એકલો ઘરે હતો અને વહેલી સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને કરતા મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.                                   

અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. ચાર વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં મોટુ અપડેટ, ઝેરી દારૂની ફોર્મ્યુલા આપનારા ડૉક્ટર અને શિક્ષક સહિત 5 લોકોના મોત
ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં મોટુ અપડેટ, ઝેરી દારૂની ફોર્મ્યુલા આપનારા ડૉક્ટર અને શિક્ષક સહિત 5 લોકોના મોત
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget