Gujarat Rain: ભાવનગરના આ વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા પાણી, લોકોએ કહ્યું, નેતાઓ માત્ર મત લેવા જ અહીં આવે છે
Gujarat Rain Update: ભાવનગર શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ મુશળધાર વરસાદ પડ્યો છે. શહેરના ઘોઘાસરકલ, કાળવીબીડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર વાહન ચાલકો પાણીમાં ફસાયા છે.
Gujarat Rain Update: ભાવનગર શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ મુશળધાર વરસાદ પડ્યો છે. શહેરના ઘોઘાસરકલ, કાળવીબીડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર વાહન ચાલકો પાણીમાં ફસાયા છે. આમ બે ઈંચ વરસાદમાં જ મનપાની પ્રિ મોનશુન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
તો બીજી તરફ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. કુંભારવાડા, માઢીયારોડ, કૈલાશવાડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. દેને લઈને કૈલાશવાડીમાં રહેતા લોકો હેરાન પરેશાન થયા છે. સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે કે, માત્ર મત લેવા માટે જ નગરસેવકો અહીંયા આવે છે. તંત્ર કોઈ પ્રકારનું ધ્યાન આપતું નથી જેના લીધે અમારે પરેશાન થવું પડે છે. વરસાદ રહી ગયા બાદ પણ 3 દિવસ સુધી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે.
ભાવનગર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. શહેરમાં મનપા દ્વારા કાળીયાબીડ વિસ્તારમાં એક તરફ ડ્રેનેજની કામગીરી અને બીજી બાજુ ધોધમાર વરસાદ. કાળીયાબીડમાં વિરાણી સર્કલ નજીક પાણી ફરી વળતા સર્કલ ડૂબી ગયું છે. મનપા દ્વારા ચોમાસામાં જ કામ શરુ રખાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ કામ ચાલું બીજી બાજુ પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે.
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. મનપાની પ્રિ મોનુસન કામગીરી કાગળ ઉપર જોવા મળી રહી છે. નજીવા વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણી ભરાવાને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે, હવે બધાની વચ્ચે હવામાન વિભાગે મોટું અપડેટ આપીને ગુજરાતીઓને સાવધાન રહેવાની અપીલ કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુપણ ભારે વરસાદ વરસી શકવાની આગાહી કરી છે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, આગામી કલાકોમાં ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તુટી પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે સુરત અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. એટલુ જ નહીં પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરુચ, બનાસકાંઠા, સાબરરાંઠા, કચ્છ, સુરેંદ્રનગર અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આના પરથી કહી શકાય છે કે આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદ ભારે તબાહી નોંતરી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે લોકો અને તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial