શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, પાલિતાણા અને ગારીયાધારમાં વરસ્યો વરસાદ

ભાવનગર જિલ્લામાં આજે ફરી ત્રીજા દિવસે મેઘમહેર થઈ છે. ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી.

ભાવનગર: ભાવનગર જિલ્લામાં આજે ફરી ત્રીજા દિવસે મેઘમહેર થઈ છે. ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે.  પાલીતાણાના ઘેટી, દુધાળા, નાનીમાળ,કંજરડા, આદપુર, સેજળીયા,ખીજડીયા,મોખડકા, માલપરા,  ભારાટીંબા અને મઢડા સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલીતાણા શહેર અને ગ્રામ્ય પંથક મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, પાલિતાણા અને ગારીયાધારમાં વરસ્યો વરસાદ

આજે સતત ત્રીજા દિવસ પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  જિલ્લાના ગારીયાધાર પંથકમાં ત્રીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે.  

ગારીયાધારના  પાંચ ટોબરા, માંનવિલાસ, મોટી વાવડી, સુખપર, સૂરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર,વીરડી, મોરબા, નવાગામ,લુવારા, ખોડવદરી, રતનવાવ,પરવડી,  સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  ઉપર પડેલા વરસાદના કારણે ગારીયાધારમાં પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની  આવક થઈ છે.  

આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના અનુસાર,  ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતના  નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદ અને વડોદરામાં પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ  અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.

પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Embed widget