Bhavnagar: લ્યો બોલો! લાભાર્થીઓને સરકારી આવાસ તો મળી ગયા, પરંતુ તંત્રએ પીવાના પાણીની લાઈન ન નાખતા લોકોમાં રોષ
ભાવનગર: શહેરનાં ભરતનગર પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પ્રધાનમંત્રીએ વર્સ્ચચ્યુ લોકાર્પણ કર્યા બાદ આ મકાનો લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે.
ભાવનગર: શહેરનાં ભરતનગર પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પ્રધાનમંત્રીએ વર્સ્ચચ્યુ લોકાર્પણ કર્યા બાદ આ મકાનો લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોઈ તેમ અહી મ.ન.પા અને હાઉસિંગ બોર્ડ દ્વારા પીવાના પાણીની લાઈન નહીં નાખી હોવાથી લાભાર્થીઓને પાણી વિના રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જેના કારણે રહિશોમાં ભારે રોષ ફેલાયો છે.
ભાવનગરના ભરતનગર નજીક હાઉસિંગ બોર્ડ દ્વારા નબળા વર્ગના લોકો માટે 1025 આવાસ બનાવવામાં આવ્યા હતા. અહીં રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં મોટી ક્ષતિ રહી જવા પામી છે. અહીં બનેલા આવસનું આજથી 3 માસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા હતા. મકાનોની ચાવી મળતા કેટલાક લાભાર્થીઓ અહીં રહેવા આવી ગયા છે પંરતુ અહીં હાઉસિંગ બોર્ડ કે મ.ન.પા દ્વારા કોઈ પાણીની વ્યવસ્થા નહીં હોવાથી લોકો પરેશાન થઇ રહ્યાં છે.
અહીં હાઉસિંગ બોર્ડ દ્વારા 1025 મકાનો બનાવાયા છે. આ મકાનોની સોંપણી કરી દેવામાં આવી છે. મનપાના અધિકારીનું કહેવું છે કે હાઉસિંગ બોર્ડેએ મકાન બનાવ્યા છે માટે તેમને મનપામાં પૈસા ભરીને પાણીની લાઈનની સુવિધા આપવાની હોઈ છે. પરંતુ હાઉસિંગ બોર્ડે અગાઉ પૈસા ભર્યા ના હતા અને હવે આજે પૈસા ભરી દેતા હવે તેમને પાણીની લાઈન આપવા અમે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડશું. નબળા અને મધ્ય્મ વર્ગના લોકો જે હાલ ભાડે રહેતા હોઈ તેમને આ મકાન તો મળી ગયા છે પરંતુ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી પરેશાન થઈ રહ્યા છે.
જો કે હાલ હાઉસિંગ બોર્ડ દ્વારા અહીં બનાવેલા બોરિંગમાંથી ટાંકામાં પાણી ઠાલવીને અહીં રહેવા આવેલા લોકોને પાણી આપવામાં આવી રહ્યું છે. જો કે મનપાનો દાવો છે કે હાલ તુરંત અમે તેમને એક બીજી લાઈનમાંથી પાણી લેવા માનવતાની રાહે મંજુરી આપી છે. આમ તો સરાકરની જવાબદારી હોઈ કે જ્યાં સરકારી આવાસ બને ત્યાં પાણી, ડ્રેનેજ લાઈટ સહિતની તમામ સુવિધા ઉભી કરવી જોઈએ પણ અહીં પીવાના પાણીની કોઈ સુવિધા ઉભી ન થતા અત્યારે તો હાઉસિંગ બોર્ડ અને મ.ન.પા દ્વારા એક બીજાને ખો આપવામાં આવી રહી છે અને લાભાર્થીઓ પરેશાન થઇ રહ્યાં છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial