શોધખોળ કરો

BHAVNAGAR : ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવોમાં બે વર્ષની બાળકી સહીત ત્રણના મોત

Bhavnagar News : આત્મહત્યાનો એક બનાવ ભાવનગર શહેરમાં બન્યો છે, જયારે બીજો બનાવ મહુવા તાલુકામાં બન્યો છે.

Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં  ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવોમાં બે વર્ષની બાળકી સહીત ત્રણના મોત થતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યાનો એક બનાવ ભાવનગર શહેરમાં બન્યો છે, જયારે બીજો બનાવ મહુવા તાલુકામાં બન્યો છે. 

ધોરણ-9ની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા 
ભાવનગર શહેરમાં રહેતી સગીર વયની દીકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. તમન્ના અંજાર નામની સગીરા  ધોરણ-9માં અભ્યાસ કરી રહી હતી, બોરતળાવ  આંબેડકર નગર પાસેના વિસ્તારમાં રહેતી હતી. આ સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સગીરાએ પોતાના હાથમાં બ્લેડ વડે ચેકા પાડી MY LIFE MY RULES હાથમાં લખ્યું હતું. હાલ બનાવવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જો કે ધોરણ-9ની વિદ્યાર્થીનીએ કરેલ આ આત્મહત્યા અંગે  અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. સમગ્ર બનાવને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

મહુવામાં બે વર્ષની દીકરીને ગળેફાંસો આપી પિતાએ આત્મહત્યા કરી 
આત્મહત્યાનો બીજો બનાવ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રતનપર નવાગામ ખાતે બન્યો છે. અહીં બે વર્ષની દીકરીને ગળેફાંસો આપી પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શૈલેષભાઈ બાંભણિયા નામના પિતાએ પોતાની બે વર્ષની દીકરી નિશાને  ઝાડ સાથે લટકાવી, ગળેફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો છે. 

આ ઘટનામાં મૃતક શૈલેષભાઈ નામના પતિ વિરુદ્ધ તેમના પત્નીએ તેમની દીકરીની હત્યા કરી અંગેનો 302 મુજબ ગુનો નોંધ્યો છે. સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હાલ તજવીજ હાથ ધરાઈ છે. 

પિતા પુત્રીના આપઘાત ને લઇ સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ  હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે તપાસ બાદ બહાર આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget