શોધખોળ કરો

Bhavnagar:  ભાવનગર યુનિવર્સિટીમાં બી કોમ સેમે-6નું પેપર લીક થયાનો દાવો, જાણો વધુ વિગતો

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયાના મામલે 24 કલાક બાદ કમિટીની રચના કરવામાં આવી છે.

ભાવનગર:  ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયાના મામલે 24 કલાક બાદ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે EC સભ્ય અને સબરજીસ્ટર દ્વારા પેપર લીકને લઈ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આ કમિટી દ્વારા 1-એપ્રિલનાં રોજ 14 કેન્દ્ર પર લેવાયેલી પરીક્ષાના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આજ મામલે ABVP અને NSUI પણ મેદાનમાં ઉતર્યું છે. 

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીમાં ચાલતી પરીક્ષાઓમાં ગત શનિવારે બપોરે એક પેપર લીક થયાનો દાવો કરવામાં આવતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે.  પોલીસ મથક સુધી આ મામલો પહોંચ્યો છે.  ભાવનગર યુનિવર્સીટીમાં શનિવારે બપોરે 3 વાગે બી.કોમના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર હતું.  જે પેપરના થોડા સમય પહેલા જ મોબાઈલમાં વાયરલ થયું છે તેવો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ વિદ્યાર્થી નેતાએ વોટ્સએપના સ્ક્રીન શોટ લઇને પોતે ટ્વીટ કર્યું હતું.  આ ઘટનાની જાણ સરકારમાં પણ તેમણે કરી હતી. 

પેપર લીકના મામલે ભાવનગર યુનિવર્સીટીનું તંત્ર સફાળું જાગ્યું છે અને પોલીસમાં આ મામલે અરજી આપી તપાસની માંગ કરી છે. સત્તાધીશો દ્વારા 3 સભ્યોની કમિટી બનાવી છે આ કમિટીમાં રજીસ્ટાર  અને 2 EC સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ કમિટી જે 10 દિવસ માં અહેવાલ ઉપ કુલપતિ ને રજૂ કરશે.  આ ઉપરાંત યુનિવર્સીટીના સંચાલકો એ 14 સેન્ટરો કે જ્યાં પરીક્ષા લેવાય છે ત્યાંના સી.સી.ટી.વી ફૂટેજ પણ પોલીસ ને આપ્યા છે.

ભાવનગર યુનિવર્સીટીની આ પરીક્ષામાં કુલ 2700 વિધાયર્થીઓ પરીક્ષા આપી હતી.  જેમાં બોટાદ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.  પોલીસે હવે તપાસ હાથ ધરી છે બીજી-બાજુ ABVP અને NSUI દ્વારા આ મામલે પરીક્ષા નિયામકને આવેદનપત્રો આપી ને પેપર લીક કરનારા સામે કડક હાથે કામ લેવા માંગ કરી છે. આ ઉપરાંત એન.એસ.યુ આઈએ આ પરીક્ષા રદ કરવા પણ માંગ કરી છે. જો કે યુનિવર્સીટીના સત્તાધીશોનું કહેવું છે કે હવે સમગ્ર મામલો પોલીસને સોંપી દેવાયો છે અને પોલીસ આગળની તપાસ હાથ ધરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક

Technology: વોડાફોને રચ્યો ઇતિહાસ, સેટેલાઇટ દ્વારા કર્યો પહેલો વીડિયો કોલ
Technology: વોડાફોને રચ્યો ઇતિહાસ, સેટેલાઇટ દ્વારા કર્યો પહેલો વીડિયો કોલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
Technology: વોડાફોને રચ્યો ઇતિહાસ, સેટેલાઇટ દ્વારા કર્યો પહેલો વીડિયો કોલ
Technology: વોડાફોને રચ્યો ઇતિહાસ, સેટેલાઇટ દ્વારા કર્યો પહેલો વીડિયો કોલ
Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?

flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર

રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ

IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર

Embed widget