Plane crashed: મધ્યપ્રદેશના મુરૈનામાં મોટી પ્લેન દુર્ઘટના, સુખોર્ઇ-30 અને મિરાજ થયું ક્રેશ
Plane crashed: મધ્યપ્રદેશમાં એક મોટો હવાઈ દુર્ઘટના ઘટી છે. ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 ક્રેશ થયું. બંને જેટ ફાઇટર પ્રેકટિસ કરતા હતા ત્યારે દુર્ઘટનાઘટી
Plane crashed: મધ્યપ્રદેશમાં એક મોટો હવાઈ દુર્ઘટના ઘટી છે. ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 ક્રેશ થયું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના મુરૈના નજીક બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે બંને ફાઈટર જેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ ચાલી રહી હતી.
#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe
— ANI (@ANI) January 28, 2023
એકનું મોત, બે ઘાયલ
પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. જેટ ફાઇટર પ્રેક્ટિસ કરી રહ્યાં હતા દરમિયાન દુર્ઘટના સર્જાઇ.
સુખોઈ અને મિરાજની ટક્કરની પુષ્ટિ થઈ નથી
બંને ફાઈટર પ્લેન એકબીજા સાથે ટકરાયા કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. આ માટે એરફોર્સ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી કરશે. સૂત્રોએ જણાવ્યું કે, અકસ્માત સમયે સુખોઈમાં બે પાઈલટ હતા જ્યારે મિરાજ પાસે એક પાઈલટ હતો. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે બે પાઇલોટ સુરક્ષિત છે, જ્યારે એકનું નિધન થયું છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અકસ્માત પર નજર રાખી રહ્યા છે. રાજનાથ સિંહ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીના સંપર્કમાં છે. તેમને વીઆર ચૌધરીએ બે પ્લેન ક્રેશ થયાની જાણકારી આપી હતી.
Aircraft Crash: રાજસ્થાનના ભરતપુરમાં ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ
aircraft crash:રાજસ્થાનના ભરતપુરમાં વિમાન દુર્ઘટના સામે આવી છે. ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ થયુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. એરિયલ ટ્રેનિગ દરમિયાન આ દુઘટના બની છે.
આ દુર્ઘટના અંગે જિલ્લા કલેક્ટર આલોક રંજને કહ્યું કે, પોલીસ અને પ્રશાસનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. વિમાન દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
રાજસ્થાનના ભરતપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં પિંગોરા રેલવે સ્ટેશન પાસે એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પ્લેનના ટુકડા થઈ ગયા છે. તેમાં આગ લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ આ ફાઈટર જેટે આગરાથી ઉડાન ભરી હતી. ભરતપુરના ડીએમ આલોક રંજને જણાવ્યું કે, ભરતપુર પાસે એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે..