શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની તબિયતને લઈને શું આવ્યા મોટા સમાચાર? તેમના દીકરાએ શું કહ્યું?
અહેમદ પટેલની તબિયતને લઈને તેમના દીકરા ફૈઝલ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, અહેમદ પટેલને ICUમાં દાખલ કરાયા છે. ગુરગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની તબિયત સ્થિર છે.
નવી દિલ્લીઃ દિવાળીના તહેવાર વચ્ચે કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને કોરોનાની સારવાર પછી ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું છે. અહેમદ પટેલ હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેમદ પટેલ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેમને ફરિદાબાદથી દિલ્લીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહેમદ પટેલની તબિયતને લઈને તેમના દીકરા ફૈઝલ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, અહેમદ પટેલને ICUમાં દાખલ કરાયા છે. ગુરગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની તબિયત સ્થિર છે.
— Faisal Patel (@mfaisalpatel) November 15, 2020નોંધનીય છે કે, તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. કોરોનાની સારવાર પૂર્ણ થયા પછી તેમને અમૂક કોમ્પલિકેશન ઉભા થયા હતા. જેથી તેમને શુક્રવારે મોડી રાત્રે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અત્યારે સ્થિર છે.
કોરોનાના કારણે ફેફસામાં ઇન્ફેક્સન થયું હતું. હાલ ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહ્યા છે. અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહીત નેતાઓએ ખબર અંતર પૂછ્યા હતા. હાલ તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે, તેમ ગુજરાત કોંગ્રેસ તરફથી જાણકારી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion