![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
EVM Capturing: “ઇવીએમ મશીન મારા બાપનું”, સત્તાના નશામાં BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ
રાજ્યમાં ક્યારેય સામે ન આવ્યા હોય તેવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાજપ નેતાના પુત્રએ લોકશાહીની મજાક ઉડાવી છે.
![EVM Capturing: “ઇવીએમ મશીન મારા બાપનું”, સત્તાના નશામાં BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ BJP leader son ramensh bhabhaor son vijay bhadhbhore did booth capturing video viral EVM Capturing: “ઇવીએમ મશીન મારા બાપનું”, સત્તાના નશામાં BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/4b4824b8da2aa006d473eb72f6733149171515611152981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
EVM Capturing:રાજ્યમાં ક્યારેય સામે ન આવ્યા હોય તેવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાજપ નેતાના પુત્રએ લોકશાહીની મજાક ઉડાવી છે. મીડિયામાં અહેવાલ બાદ બે વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. જાણી શું છે સમગ્ર મામલો
દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. તેમણે ચુંટણીની આચારસંહિતાના નિયમોને નેવે મૂકીને સંતરામપુરમાં બુથ પર મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે. આ કૃત્ય બીજા કોઇએ નહિ પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરએ કર્યું છે. વિજય ભાભોરે બુથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતું. આટલું જ નહિ લાઈવ સ્ટ્રીમિંગમાં બોલ્યો, “મશીન આપણા બાપનું છે, વિજય ભાભોરની શેખી, મશીન મારા બાપનું”
લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્રમાં સત્તાના નશા જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વીડિયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનની કાર્યવાહી શરૂ થઇ છે. વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં લોકશાહી અને ચૂંટણીની આચારસંહિતાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. આ ઘટના પરથી એ પણ પોકળતા સામે આવી છે. કે અહીંના મતદાન બૂથ CCTVથી સજ્જ હોવાના દાવા પોકળ સાબિત થયા છે.
મીડિયામાં અહેવાલ બાદ બે આ ઘટનાને લઇને બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. વીડિયોમાં દેખાતા બંને લોકોની અટકાયત કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.આ સમગ્ર ઘટનાને લઇને એબીપી અસ્મિતાએ મહીસાગર કલેક્ટર સાથે વાત કરી હતી. તે પરથી જાણવા મળ્યું છે કે, ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. ઉપરાંત ચૂંટણી પંચે સમગ્ર બાબતે ફરિયાદ નોંધવા સૂચના આપી છે. બૂથના ચૂંટણી અધિકારી સામે તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. ચૂંટણી પંચે સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવા સૂચના આપવામાં આવી છે. નોંધનિય છે કે, જિલા ચૂંટણી અધિકારીના રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી અંગે નિર્ણય લેશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)