Bomb Threat Email: દિલ્લી ઇન્ડિયન સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, મળ્યો ઇમેલ, ખાલી કરાવાઇ સ્કૂલ
દિલ્હીની ઈન્ડિયન સ્કૂલમાં બોમ્બ હોવાની ઈમેલ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ઈમેલ મળતાની સાથે જ શાળાને ખાલી કરાવવામાં આવી હતી
Bomb Threat Email: દિલ્હીની ઈન્ડિયન સ્કૂલમાં બોમ્બ હોવાની ઈમેલ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ઈમેલ મળતાની સાથે જ શાળાને ખાલી કરાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સવારે લગભગ 10.49 વાગ્યે સ્કૂલને ઈમેલ મળ્યો હતો, ત્યારબાદ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન તરફથી બ્રિજેશ નામના વ્યક્તિએ પોલીસને આ અંગે જાણ કરી હતી. હાલ બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ ચાલી રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાદિક નગરની ઈન્ડિયન પબ્લિક સ્કૂલને સવારે 10.49 વાગ્યે એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. બાદ સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી છે. વીડિયોમાં સ્કૂલની બહાર મોટી ભીડ જોવા મળી રહી હતી, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ ગેટ પર એકઠા થયા હતા. એક વાલીએ કહ્યું કે તેમને શાળા તરફથી તેમના બાળકોને ઘરે લઈ જવાનો મેસેજ આવ્યો હતો.
અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે
આ પહેલીવાર નથી જ્યારે શાળા પ્રશાસનને બોમ્બની ધમકી મળી હોય. ગયા વર્ષે નવેમ્બરમાં એડમિનને એક અજાણ્યા વ્યક્તિ તરફથી આવો જ ઈમેલ મળ્યો હતો. જો કે તપાસમાં જાણવા મળ્યું કે તે નકલી ઈમેલ હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી ચંદન ચૌધરીએ જણાવ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ સાથે તેમની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
શાળાને સંપૂર્ણપણે ખાલી કરાવી
બોમ્બની ધમકી મળતાં જ વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમને શાળા તરફથી સંદેશો મોકલવામાં આવ્યો હતો કે કેટલાક અણધાર્યા સુરક્ષા કારણોસર શાળા વહેલી બંધ કરવી પડશે. સંપૂર્ણ તપાસ બાદ ગુરુવારે શાળા ફરી શરૂ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, સલામતીના ભાગરૂપે તમામને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
Crime News: મામાના સંબંધને લાગ્યું લાંછન, 10 વર્ષની ભાણી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ
Maharashtra: ખામગાંવ સિટી પોલીસે આરોપી મામા વિરુદ્ધ IPC કલમ 376 (A), 377, 376 (I) સંબંધિત કલમ 4,6,8 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બુલઢાણાઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ખામગાંવ શહેરમાં મામા ભાણીને લાંછન લગાડતી ઘટના બની છે. અહીં 40 વર્ષના મામાએ તેની 10 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં આરોપી મામાની ધરપકડ કરી છે. બાળકીના મામા પુણેમાં નોકરી કરે છે. તે તેની બહેનના ઘરે વેકેશન ગાળવા આવ્યો હતો. દરમિયાન એક દિવસ મોકો મળતાં તેણે આ જઘન્ય કૃત્ય કર્યું હતું.
8 એપ્રિલની રાત્રે, તે તેની 10 વર્ષની ભાણીને નજીકના બીજા રૂમમાં લઈ ગયો અને ત્યાં પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. આ દુષ્કર્મ બાદ તે તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ આ ઘટના તેની માતાને જણાવી હતી. આ પછી પીડિતાની માતાએ શહેર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી