શોધખોળ કરો

Breaking News Live: '6 વર્ષ થવા આવ્યા, મણિપુરે આતંકવાદનો સામનો કર્યો નથી', મિશન ઉત્તરપૂર્વ પર અમિત શાહ

Latest News Update: દિલ્લી પોલીસે કારના માલીક આશુતોષની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટના સમયે આ કારનો માલીક હાજર ન હતો પરંતુ ઘટના બાદ આરોપીને બચાવવાનો તેના પર આરોપ છે.

LIVE

Key Events
Breaking News Live: '6 વર્ષ થવા આવ્યા, મણિપુરે આતંકવાદનો સામનો કર્યો નથી', મિશન ઉત્તરપૂર્વ પર અમિત શાહ

Background

Latest News Update: દિલ્લી પોલીસે કારના માલીક આશુતોષની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટના સમયે આ કારનો માલીક હાજર ન હતો પરંતુ ઘટના બાદ આરોપીને બચાવવાનો તેના પર આરોપ છે.

કાંઝાવાલા ઘટનામાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. હવે જેની ધરપકડ કરવામાં આવી છે તેની કારમાં અકસ્માત થયો હતો.  કારનો માલિક આશુતોષ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. અગાઉ ગત રવિવારે એટલે કે 1 જાન્યુઆરીએ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

ગુરુવારે (5 જાન્યુઆરી) એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે આશુતોષ ત્યાં હાજર નહોતો પરંતુ તેણે બાદમાં આરોપીઓની મદદ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં વધુ બે આરોપીઓ છે, જેમની ધરપકડ કરવામાં આવનાર છે. તેમાંથી આશુતોષની ધરપકડ કરવામાં આવી છે, પોલીસ હવે અન્ય શંકાસ્પદ એટલે કે અંકુશ ખન્નાને શોધી રહી છે. પોલીસે કહ્યું હતું કે આ કેસમાં 5 નહીં પરંતુ 7 આરોપી છે.

આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો

સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે, "તેમની (આશુતોષ અને અંકુશ ખન્નાની) સંડોવણી સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ્સ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. આ બંને આરોપીની બચાવી રહ્યાં છે.

આશુતોષે પોલીસ સમક્ષ ખોટું નિવેદન આપ્યું

દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપીએ આશુતોષને કાંઝાવાલામાં અકસ્માત વિશે જણાવ્યું હતું, પરંતુ તેણે પોલીસને જાણ કરી ન હતી. ઈશીની સાથે આશુતોષે પણ પોલીસને અમિત વિશે ખોટી માહિતી આપી હતી. આશુતોષે પોલીસને જણાવ્યું હતું કે તેણે કાર અમિતને નહીં પરંતુ વિકાસને આપી હતી, જ્યારે તે રાત્રે અમિત કાર ચલાવતો હતો અને અમિત કાર પણ લઈ ગયો હતો.

જેના પર કાર ચલાવવાનો આરોપ છે જે ક ઘરે હતો

કાંઝાવાલા ઘટનાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ટીમને વધુ એક મહત્વપૂર્ણ માહિતી મળી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે, જે વ્યક્તિ પર કાર ચલાવવાનો આરોપ છે જેણે 20 વર્ષની અંજલિ સિંહને ખેંચી હતી તે અકસ્માત સમયે કારમાં પણ નહોતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દીપક ખન્નાને તેના પિતરાઈ ભાઈ અને મિત્રોએ પોલીસને એવું  કહેવાનું કહ્યું હતું કે,  તે સમયે તે સમયે કારમાં હતો કારણે કે માત્ર તેમની પાસે જ ડ્રાઇવિંગ લાયસન્સ હતું.

ફોન લોકેશન પરથી ખબર પડી

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે તે સમયે દીપકનું ફોન લોકેશન કેસના અન્ય ચાર આરોપીઓ સાથે મેળ ખાતું નથી. પોલીસે જણાવ્યું હતું કે તેનું ફોન લોકેશન અને કોલ રેકોર્ડ દર્શાવે છે કે તે આખો દિવસ ઘરે હતો. 26 વર્ષીય દીપક ગ્રામીણ સેવાનો ડ્રાઈવર છે અને તેની પણ પોલીસે કાંઝાવાલા કેસમાં ધરપકડ કરી હતી.

અત્યાર સુધીમાં કેટલાની ધરપકડ થઈ?

સુલ્તાનપુરી પોલીસે રવિવારે (1 જાન્યુઆરી) દિપક ખન્ના (26), અમિત ખન્ના (25), ક્રિષ્ના (27), મિથુન (26) અને મનોજ મિત્તલની ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે, શુક્રવારે, પોલીસે કેસના છઠ્ઠા આરોપી આશુતોષ (કારના માલિક)ની પણ ધરપકડ કરવામાં આવી છે.

14:22 PM (IST)  •  06 Jan 2023

DCW ચીફ સ્વાતિ માલીવાલે એર ઈન્ડિયાને આપી નોટિસ

નશામાં ધૂત પુરુષો દ્વારા ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાની તાજેતરની ઘટનાઓ ઘૃણાજનક અને શરમજનક છે. ચોંકાવનારી વાત એ છે કે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. ફક્ત વ્યક્તિ પર પ્રતિબંધ મૂકવો પૂરતો નથી. હું આ મામલે દિલ્હી પોલીસ, DGCA અને એર ઈન્ડિયાને નોટિસ જારી કરું છું: DCW ચીફ સ્વાતિ માલીવાલ

14:11 PM (IST)  •  06 Jan 2023

મનીષ સિસોદિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે MCDમાં ભાજપના લોકો તેમના દુષ્કર્મ છુપાવવા માટે કેટલા નીચા જશે! સિસોદિયાએ એક ટ્વિટમાં લખ્યું, "ચૂંટણી મોકૂફ રાખવામાં આવી, પ્રિસાઇડિંગ ઓફિસરની ગેરકાયદેસર નિમણૂક, નોમિનેટેડ કાઉન્સિલરોની ગેરકાયદેસર નિમણૂક અને હવે લોકો દ્વારા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ નથી લેવાઈ રહ્યા. જો તમે લોકોના નિર્ણયનું સન્માન નથી કરી શકતા તો ચૂંટણી શા માટે? "

13:45 PM (IST)  •  06 Jan 2023

મોદી-શાહના નેતૃત્વમાં મણિપુર વિકાસના માર્ગ પર

પ્રવાસે મણિપુર પહોંચેલા અમિત શાહે કહ્યું કે 6 વર્ષ થઈ ગયા, મણિપુરને ક્યારેય આતંકવાદનો સામનો કરવો પડ્યો નથી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં મણિપુર વિકાસના માર્ગ પર છે. અમિત શાહ મિશન ઈશાન પર બોલી રહ્યા છે.

12:40 PM (IST)  •  06 Jan 2023

કાંઝાવાલા કેસઃ પોલીસે અંજલિના મિત્ર નવીનને બોલાવ્યો

કાંઝાવાલા કેસમાં અંજલિના મિત્ર નવીનને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. એબીપી ન્યૂઝે પોલીસ સ્ટેશનની બહાર નવીન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. અગાઉ પોલીસે નિધિને પૂછપરછ માટે બોલાવવામાં આવી હોવાની માહિતી આપી હતી.

12:40 PM (IST)  •  06 Jan 2023

ગુજરાતી મેગેઝિન ચિત્રલેખાના મધુરી કોટકનું નિધન

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “ચિત્રલેખા” પરિવારના મધુરીબેનના અવસાનથી દુઃખી છું. એમનું અવસાન વાચક જગત માટે મોટી ખોટ છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !!

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
Embed widget