જાનૈયા માફી માંગતા રહ્યાં પરંતુ વરરાજાની એક હરકતથી નારાજ દુલ્હને લગ્ન કરવાનો કર્યો ઇન્કાર, જાન લીલા તોરણે પાછી વાળી
દહેરાદૂન:એક સાહસી દુલ્હને જાનને લીલા તોરણે પાછી મોકલી દીધી. વરરાજાને આ એક હરકતના કારણે નારાજ દુલ્હને લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી
દહેરાદૂન:એક સાહસી દુલ્હને જાનને લીલા તોરણે પાછી મોકલી દીધી. વરરાજાને આ એક હરકતના કારણે નારાજ દુલ્હને લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી.ઘટના દહેરાદૂનના ઝંડીચૌડના પૂર્વ વિસ્તારની છે. અઙી નશામાં ધૂત વરરાજા સાથે લગ્ન કરવાનો દુલ્હનને ઇન્કાર કરતા, આખરે જાન લીલા તોરણે પાછી વળી હતી.
મંગળવારે સાંજે, પૌડી જિલ્લાના એક ગામમાંથી, ઝંડીચૌડ પૂર્વ ગામમાં જાનનું ભવ્ય રીતે સ્વાગત થયું વરઘોડો પણ નીકળો. જો કે વરરાજો ઘોડા પરથી ઉતર્યો કે લથડવા લાગ્યો. ધીરે ધીરે સત્ય સામે આવ્યું કે વરરાજો દારૂ પીને આવ્યો છે અને નશામાં છે. આ વાતની જાણ દુલ્હને થતાં દારૂડિયા પુરષ સાથે લગ્ન ન કરવાનો નિર્ણય કરતા દુલ્હને જાન પાછી વળાવી દીધી.
કન્યાના આ નિર્ણયથી હલચલ મચી ગઈ હતી. કન્યા પક્ષના લોકો પણ પરેશાન થઈ ગયા. તેને વરની ભૂલ ગણાવીને અને કન્યાને માફ કરી દેવા સમજાન્યું પરંતુ દુલ્હન તેના નિર્ણય પર મક્કમ રહી અને આખરે જાન દુલ્હન વિના જ લીલા તોરણે પાછી ફરી
જાનૈયાના ભોજન કરાવી વિદાય આપી
કન્યા પક્ષે દૂરથી આવેલા જાનૈયાઓને ભોજન કરાવ્યું અને જાનને બરંગ જ પરત ફરવું પડ્યું. ગામલોકોએ જણાવ્યું કે જ્યારે જાન આવી ત્યારે વરરજો એટલો નશામાં હતો કે તે બરાબર ઊભો પણ નહોતો થઈ શકતો. આ સ્થિતિને જોતાં દુલ્હનએ કહ્યું કે,”જે યુવક લગ્નમાં પણ નશો કરીને આવે તે મારી સાથે જીવન કેવું વિતાવશે? આ રીતે લાંબો વિચાર કરીને દુલ્હને સાહસિક પગલું લીઘું, લોકો દુલ્હનના નિર્ણયની પ્રશંસા કરી રહ્યાં છે.
વડોદરા દુષ્કર્મ કેસઃ બંને આરોપીઓનો નિર્દોષ છૂટકારો, 10 દિવસમાં ચાર્જશીટ મૂકવાની ઉતાવળમાં ખામીઓ રહી ગઈ
વડોદરામાં દુષ્કર્મ બાદ પીડિતાના આત્મહત્યા કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. 11 માસ પહેલા ગોરવાના ફ્લેટમાં બળજબરી પૂર્વક દારૂ પીવડાવી દુષ્કર્મની ઘટના બન્યાની ફરિયાદ નોંધાઇ હતી.
વડોદરામાં દુષ્કર્મ બાદ પીડિતાના આત્મહત્યા કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. 11 માસ પહેલા ગોરવાના ફ્લેટમાં બળજબરી પૂર્વક દારૂ પીવડાવી દુષ્કર્મની ઘટના બન્યાની ફરિયાદ નોંધાઇ હતી. કેસ સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ નીવડ્યો. પોલીસે મહત્વના સાક્ષીઓ જ તપાસ્યા નહિ. 10 દિવસમાં ચાર્જશીટ મૂકવાની ઉતાવળમાં ખામીઓ રહી ગઈ. નિર્દોષ છૂટેલા બે યુવાનોએ 11 મહિના જેલવાસ ભોગવ્યો.