Groundnut oil price: ફેસ્ટિવલ સિઝનમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર, છેલ્લા 8 દિવસમાં ડબ્બે 125 થી 130 રૂપિયાનો ઘટાડો
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકો વધી રહી છે તેમ તેલના ભાવ ઘટી રહ્યા છે, છેલ્લા આઠ દિવસમાં ડબ્બે 125 થી 130 રૂપિયાનો ઘટાડો થયો છે.
Groundnut oil price: દિવાળી પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટ સિંગતેલનાં ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં રૂ.125 સુધીનો ઘટાડો નોંધાયો છે.સિંગતેલનાં ભાવો ડબ્બે રૂ. 2650-2700 એ પહોંચ્યા છે.મગફળીની સારી આવક તેમજ નવી મિલો શરૂ થવાને કારણે ભાવ ઘટ્યા છે.સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકો વધી રહી છે તેમ તેલના ભાવ ઘટી રહ્યા છે.રાજ્યમા સીંગતેલના ભાવ ઘટાડાને લઈને સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરડીયા એ નિવેદન આપ્યું હતું.સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે.
શિયાળુ વાવેતર માટે ખેડૂતોને રૂપિયાની જરૂર હોવાના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી વેચી રહ્યા છે.જેના કારણે મગફળીની આવક વધુ હોવાના કારણે હાલ સિંગતેલના ભાવ સતત ઘટી રહ્યા છે. જો કે હવે આવતા દિવસોમાં સિંગતેલના ભાવ ઘટે તેવા કોઈ સંજોગો નથી.દર વર્ષે શિયાળુ વાવેતર સમયે ખેડૂતોને રોકડની જરૂર હોવાના કારણે મગફળી મોટા પ્રમાણમાં વેચાણ માટે આવે છે.. ઉલેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં મોટાભાગના લોકો દિવાળી પહેલા કે પછી બાર મહિનાનું સિંગતેલ ભરતા હોય છે.સીંગતેલ ભરવાના સમયે જ સીંગતેલના ભાવ ઘટતા ગૃહિણીઓ માટે અને મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર છે.
આ પણ વાંચો
શેરબજારમાં તેજી વાળા ઉંઘતા ઝડપાયા, છ દિવસમાં રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા