શોધખોળ કરો

2000 Note : 1978,2016 અને હવે 2023 : 'નોટબંધી' પાછળ ગુજરાતીઓની જ '56ની છાતી'

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર હવે 2 હજાર રૂપિયાની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને રિઝર્વ બેંક ધીમે-ધીમે આ નોટો પાછી ખેંચી લેશે.

Now 2000 Rupee Note Ban Bifference of Demonetization of November 2016 : ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે સાંજે એક મોટી જાહેરાત કરી છે. કહેવામાં આવ્યું હતું કે 2 હજારની નોટ હવે ચલણમાંથી બહાર થઈ જશે. એટલે કે 2016ના નોટબંધી બાદ ચલણમાં આવેલી રૂ.2,000ની નોટ હવે બજારમાંથી ગાયબ થઈ જશે. જો કે, આ વખતે નોટબંધીનો નિર્ણય 8 નવેમ્બર 2016ના નોટબંધી કરતા તદ્દન અલગ છે. કારણ, રિઝર્વ બેંકે હજુ સુધી 2 હજારની નોટ બંધ કરી નથી. તે હજી પણ માન્ય રહેશે અને કોઈ તેને લેવાનો ઇનકાર કરી શકશે નહીં.

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર હવે 2 હજાર રૂપિયાની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને રિઝર્વ બેંક ધીમે-ધીમે આ નોટો પાછી ખેંચી લેશે. સામાન્ય લોકો પોતાની પાસે રાખેલી 2-2 હજારની નોટ 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેંકમાં જમા કરાવી શકે છે. આ સાથે, સામાન્ય લોકોને અગાઉના નોટબંધીની જેમ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેઓ હવે પણ તેમની પાસે રાખવામાં આવેલી 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકશે. આરબીઆઈએ દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લીધો છે.

હકીકતમાં, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ 500 અને 1000ની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ઘણી ઉથલપાથલ મચી ગઈ હતી, પરંતુ પછી નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ હતી. સરકારે 200, 500 અને 2 હજારની નોટો લોન્ચ કરી હતી. પરંતુ હવે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2016માં નોટબંધી બાદ સર્જાઈ હતી અરાજકતા 

નવેમ્બર 2016 માં નોટબંધી બાદ કેટલાક મહિનાઓ સુધી દેશમાં ઘણી અરાજકતા સર્જાઈ હતી. જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા લોકોને બેંકોમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. નોટબંધીની જાહેરાત બાદ આવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા હતા કે જેમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે કરોડોની રકમ ક્યારેક નદીમાં તો ક્યારેક કચરામાં વહેતી જોવા મળી હતી. પરંતુ આ વખતે 2 હજારની નોટ ચલણમાંથી બહાર નહીં કરાતાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

ભારતમાં નોટબંધી નવી નથી

ભારતમાં નોટબંધી નવી નથી. ભારતની આઝાદી પહેલા પણ દેશમાં નોટબંધી કરવામાં આવી હતી. 1946ની વાત છે, બ્રિટિશ શાસન દરમિયાન દેશમાં પહેલીવાર નોટબંધી થઈ હતી. 12 જાન્યુઆરી, 1946ના રોજ, ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ, સર આર્ચીબાલ્ડ વેવેલે, ઉચ્ચ મૂલ્યની બેંક નોટોને ડિમોનેટાઈઝ કરવા માટે વટહુકમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે 26 જાન્યુઆરીની મધ્યરાત્રિથી 500, 1000 અને 10,000 રૂપિયાની ઉચ્ચ મૂલ્યની બેંક નોટો અમાન્ય થઈ ગઈ છે.

1978માં પણ નોટબંધી થઈ હતી

16 જાન્યુઆરી 1978ના રોજ, જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારે કાળા નાણાને દૂર કરવા માટે રૂ. 1,000, રૂ. 5,000 અને રૂ. 10,000ની નોટો બંધ કરી. તેના પગલાના ભાગરૂપે, સરકારે જાહેરાત કરી હતી કે, તે દિવસે બેંકિંગ સમય પછી રૂ. 1,000, રૂ. 5,000 અને રૂ. 10,000ની નોટોને કાનૂની ટેન્ડર ગણવામાં આવશે નહીં. બીજા દિવસે, 17 જાન્યુઆરીએ, તમામ બેંકો અને તેમની શાખાઓ વ્યવહારો માટે બંધ રાખવાની સાથે સાથે સરકારોની તિજોરીઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે મોરારજી દેસાઈ સરકારમાં નાણામંત્રી એચ.એમ. પટેલ જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નાણા સચિવ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Embed widget