શોધખોળ કરો

2000 Notes : શું બંધ થઈ જશે રૂ. 2000ની નોટ? જો તમારી પાસે છે તો શું કરવું અને શું ના કરવું?

. RBIના નિર્ણયનો અર્થ એ છે કે, 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં નહીં રહે. જો કે, આ રૂપિયો લીગલ ટેન્ડર રહેશે.

2000 Notes Ban: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. RBIના નિર્ણયનો અર્થ એ છે કે, 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં નહીં રહે. જો કે, આ રૂપિયો લીગલ ટેન્ડર રહેશે.

સવાલ એ છે કે શું આ નોટો બંધ થશે?

અત્યારે આ પ્રશ્નનો સીધો જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ આવતા મહિનામાં આ નોટ બંધ થઈ જશે તે વાતને નકારી શકાય તેમ નથી. પરંતુ RBI દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયનો અર્થ એ છે કે, આ નોટો હવે ચલણમાં રહેશે નહીં અને 30 સપ્ટેમ્બર, 2023 પછી આ નોટો બેંકમાંથી બહાર પાડવામાં આવશે નહીં.

નોટ બંધ થશે કે નહીં, તેનો જવાબ મળવામાં સમય લાગશે. પરંતુ આ નિર્ણયનો ચોક્કસ અર્થ એ છે કે, આ નોટ બંધ કરવા માટે પ્રથમ પગલું ચોક્કસપણે લેવામાં આવ્યું છે.

જો તમારી પાસે આ નોટો હોય તો તરત શું કરવું જોઈએ?

સરળ જવાબ છે કે, હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે, આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. એટલે કે, આ નોટને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. પરંતુ એ વાત સાચી છે કે જો તમારી પાસે આ નોટો છે તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો લો.

નોટો બદલવા માટે પૂરો સમય મળશે

જાહેર છે કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.

RBIએ શું કહ્યું?

30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.

RBIની જાહેરાત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર બની રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આ નોટ કેટલા પ્રમાણમાં બદલી શકાશે અને કેટલા સમયગાળા દરમિયાન તેને ચલણી રહેશે તેને લઈને પણ સ્પષ્ટીકરણ આપ્યું છે.  RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
Embed widget