શોધખોળ કરો

Rupee Notes : હવે તો દર્શન પણ દુર્લભ થયા... તો શું આ ચલણી નોટ થઈ શકે છે બંધ?

જાહેર છે કે, 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી નાખી હતી.

Indian Rupee Notes: મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં જાહેર કરવામાં આવેલી નોટબંધી દરમિયાન બજારમાં પૈસાની માંગને પહોંચી વળવા માટે રૂપિયા 2000ની ગુલાબી રંગની નોટ બહાર પાડી હતી. હવે તેને પાછી ખેંચવાની માંગણી ઉભી થઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ માંગ વિપક્ષ નહીં પણ કેંદ્રમાં સત્તાધારી પાર્તીના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કરી છે. સુશીલ કુમાર મોદી બિહારમાં નાણાં મંત્રી પણ રહી ચુક્યા છે. 

સુશીલ મોદીએ રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટનો અર્થ હવે કાળું નાણું બની ગયો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે જનતાને ત્રણ વર્ષનો સમય આપીને ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ માર્કેટમાંથી પાછી ખેંચી લેવી જોઈએ.

ગુલાબી નોટના દર્શન પણ દુર્લભ બન્યા

જાહેર છે કે, 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી નાખી હતી. નોટબંધી બાદ RBI બજારમાં રોકડની અછત પુરી કરવા 2000 રૂપિયાની નોટ લાવી હતી પરંતુ હવે 2000 રૂપિયાની નોટ દુર્લભ બનતી જઈ રહી છે. એટીએમમાંથી ભાગ્યે જ રૂ. 2000ની નોટો નીકળે છે. તેથી બજારમાં પણ રૂ. 2000ની નોટનું લીગલ ટેન્ડર પુરૂ થઈ ગયું હોવાની અફવા ઉડતી રહે છે. 2000 રૂપિયાની નોટોની જમાખોરી કરવામાં આવી રહ્યો છે. નોટબંધી છતાં 2000 રૂપિયાની નકલી નોટો બજારમાં આવી ચુકી છે.

2018-19 પછી આ નોટ છાપવામાં નથી આવી

હવે સવાલ એ થાય છે કે, આખરે 2000 રૂપિયાની ગુલાબી નોટ ગઈ ક્યાં? આ મામલે ડિસેમ્બર 2021માં જ શિયાળુ સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે, 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા આદેશ જારી કરવામાં આવ્યા નથી. 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ઘટાડો થવાના કારણો જણાવતા તેમને જણાવ્યું હતું કે, 2018-19થી 2,000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે, જેના કારણે 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.

રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો

RBIએ પણ સ્વીકાર્યું હતું કે, દેશમાં 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ભારે ઘટાડો થયો છે. આરબીઆઈએ વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, 2020-21માં કુલ કરંસી સર્ક્લ્યુલેશનમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 17.3 ટકા હતો, જે હવે ઘટીને 13.8 ટકા થઈ ગયો છે. 2019-20માં રૂ. 2000ની કિંમતની રૂ. 5,47,952 નોટો ચલણમાં હતી અને તે કુલ નોટોના 22.6 ટકા જેટલી હતી. 2020-21માં તેનું મૂલ્ય ઘટીને રૂ. 4,90,195 કરોડ થયું હતું અને 2021-22માં કુલ ચલણમાં રૂ. 2,000ની નોટોની સંખ્યા વધુ ઘટીને રૂ. 4,28,394 કરોડ થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget