2000 Rupees Note: અત્યાર સુધી 2000 રૂપિયાની કેટલી નોટ બેન્કમાં પરત આવી ? સરકારે સંસદમાં આપી મોટી જાણકારી
હવે સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે.
2000 Rupee Note: 19 મેના રોજ ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. આરબીઆઈએ એ પણ માહિતી આપી હતી કે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ નાગરિક બેંકોમાં જઈને આ નોટો બદલી શકશે અને ત્યાં સુધી આ નોટો લીગલ ટેન્ડરમાં રહેશે. હવે સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદના ચોમાસુ સત્રમાં માહિતી આપી છે કે 30 જૂન સુધીમાં 2.72 ટ્રિલિયન રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.
સરકારે શું આપી જાણકારી
આ સાથે નાણા રાજ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચ્યા બાદ દેશમાં રોકડની કોઈ અછત રહી નથી. તેના બદલે 500 અને અન્ય મૂલ્યની નોટોની પૂરતી સંખ્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. નોંધનીય છે કે રિઝર્વ બેંકે પોતાની 'ક્લીન નોટ પોલિસી' હેઠળ 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.
શું 2000 રૂપિયાની નોટ પરત કરવાની ડેડલાઇનમાં વધારો કરાશે ?
આ સાથે નાણા મંત્રાલય તરફથી 2000 રૂપિયાની નોટ પરત કરવાની ડેડલાઇનમાં વધારવા મુદ્દે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો જેના પર નાણા રાજ્ય મંત્રીએ લેખિતમાં જવાબ આપતા કહ્યું હતુ કે આ બાબત પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી નથી. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, 2000 રૂપિયાની કુલ 76 ટકા નોટો બેંકોમાં પાછી આવી છે. 19 મેના રોજ દેશમાં 2,000 રૂપિયાની કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી જે 30 જૂન સુધીમાં ઘટીને 84,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ગૃહમાં બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું સરકાર કાળા નાણાને દૂર કરવા માટે ઉચ્ચ મૂલ્યની નોટોને બંધ કરવાની યોજના બનાવી રહી છે. તેના પર પણ મંત્રીએ નકારાત્મક જવાબ આપ્યો. 19 મેના રોજ રિઝર્વ બેંકે અચાનક 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
આરબીઆઈએ કહ્યું કે પાછી મળેલી નોટોમાંથી 87 ટકા લોકો વતી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે બાકીના 13 ટકા બદલાયા છે. 2000 રૂપિયાની નોટ 10 નવેમ્બર 2016ના રોજ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત બાદ તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આ પછી 500ની નવી નોટ પણ લાવવામાં આવી.
Join Our Official Telegram Channel: