શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BHIM એપથી પેમેન્ટ કરવા પર મળશે 20 ટકા કેશબેક, GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યા આ મોટા નિર્ણયો
નવી દિલ્હી: કેન્દ્રીયમ નાણામંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની 29મી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ નાણામંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે નાના વેપારીઓના મુદ્દા પર મહત્વની ચર્ચા કરવામાં આવી અને એમએસએમઈ સેક્ટરની સમસ્યાના ઉકેલ માટે સબ કમિટી પણ બનાવવામાં આવશે. તે સિવાય ડિજિટલ પેમેન્ટને પર વધારે ભાર આપવા પર ચર્ચા કરવામાં આવી. રુપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી કરવા પર ટેક્સમાં 20 ટકા (મહત્તમ 100 રૂપિયા)ની છૂટ આપવાના પ્રસ્તાવને શનિવારે મંજૂરી આપી હતી. આ છૂટ કેશબેકના રૂપમાં આપવામાં આવશે.
જીએસટીની 29મી બેઠકમાં આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ
- ડિજિટલ પેમેન્ટ પર સરકાર પ્રત્સાહન આપશે
- એમએસએમઈની સમસ્યાઓના ઉકેલ માટે સબ કમેટી બનાવવામાં આવશે
- આ કમિટી એમએસએમઈની સમસ્યા સાંભળી તેના પર રિપોર્ટ તૈયાર કરશે
- તેની સૂચના ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવશે.
- ભીમ એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવા પર 20 ટકા સુધી કેશબેક મળશે
જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 29-30 સપ્ટેમ્બરે ગોવામાં યોજાશે. પીયૂષ ગયોલે કહ્યું કે એમએસએમઈને સરળ બનાવવા માટે અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. એમએસએમઈ અને નેટવર્કને જીએસટી સાથે જોડવા પર ચર્ચા થઈ.
આ અગાઉ જીએસટી કાઉન્સિલની 28 બેઠકમાં અનેક મુદ્દાઓ પર નિર્યણ લેવામાં આવ્યો હતો. જેમાં 12 ટકાના જીએસટી સ્લેબમાં રાખેલા સેનેટરી નેપકિનને ટેક્સ ફ્રી કરાવામાં આવ્યા, જ્યારે ઘરેલુ ઉપયોગની 17 જેટલી વસ્તુઓ પર 28 ટકા સ્લેબમાંથી હટાવી દેવામાં આવ્યા. જેમાં વૉશિંગ મશિન, ફ્રિજ, ટીવી(25 ઈંચ સુધી), વેક્યુમ ક્લિનર, જ્યૂસ મિક્સર જેવી વસ્તુઓ શામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion